Aishwarya Rai-Bachchanને બર્થડે વિશ ના કરવું ભારે પડ્યું Amitabh Bachchanને!
બોલીવૂડના પાવરફૂલ ફેમિલીની બહુરાની અને સુંદર એક્ટ્રેસમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચને બે દિવસ પહેલાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. ઐશ્વર્યાએ પહેલી નવેમ્બરના પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. જ્યાં એક તરફ એક્ટ્રેસના ફેન્સે તેમને શુભેચ્છા પાઠવી તો બીજી બાજું પતિ અભિષેક બચ્ચન અને સાસુ જયા બચ્ચન કે સસરા અમિતાભ બચ્ચન, નણંદ શ્વેતા બચ્ચને ઐશ્વર્યાને સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને વિશ નબોતું કર્યું અને એને કારણે જ નેટિઝન્સે બિગ બી સહિત બચ્ચન પરિવારને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
આમ તો દર વર્ષે અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની બ્યુટીફૂલ વાઈફ ઐશ્વર્યા માટે બર્થડે પોસ્ટ નાખતા હતા, પરંતુ આ વખતે આવું નહીં થયું. દરમિયાન નેટિઝન્સે ઐશ્વર્યાએ માટે બિગ બીએ કરેલી જૂની પોસ્ટનો સ્ક્રીન શોર શેર કરીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. નેટિઝન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં બધું ઠીક છે?
આપણ વાંચો: અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…
બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, પરંતુ તેમણે પણ વહુ ઐશ્વર્યાને બર્થડે વિશ નથી કર્યું. નેટિઝન્સ પણ કંઈ પાછળ પડે એવા નહોતા. તેમણે 2010ની એક જૂની પોસ્ટ શોધી કાઢી હતી, જેમાં તેમણે ઐશ્વર્યાને બર્થડે વિશ કરનારા ફેન્સનો આભાર માન્યો હતો.
એટલું જ નહીં પણ બિગ બીએ ઐશ્વર્યાના બર્થડે પર સિમ્પલ અને સાદાઈથી કરેલા સેલિબ્રેશન અંગે પણ પોસ્ટ કરી હતી. નેટિઝન્સ આ જૂના સ્ક્રીનશોટ્સ સોશિયલ મીડિયા પર શેર કરીને બચ્ચન પરિવારને વહુ ઐશ્વર્યાને ઈગ્નોર કરવા માટે ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સમય કેટલો ઝડપથી બદલાઈ જાય છે તો બીજા એક યુઝર જુનિયર બચ્ચનનો ગયા વર્ષનો બર્થડે વિશનો મેસેજ પોસ્ટ કરીને લખ્યું હતું કે ભાઈ આ વખતે કેમ બર્થડે વિશ કર્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી છે, કારણ કે ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા સાથે પિયરમાં રહે છે.
આ ઉપરાંત ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર પણ સાથે જાહેરમાં દેખાવવાનું ટાળે છે, જેને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું. પરંતુ આ મામલે બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા રાય દ્વારા કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.