મનોરંજન

ડિવોર્સ બાદ પણ સુપરસ્ટાર પતિને આટલો બધો પ્રેમ કરે છે એક્સ વાઇફ! પ્રશંસાના પુલ બાંધતા થાકતી જ નથી

આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. આમિર ખાને બે વાર લગ્ન કર્યા અને બંને વખત છૂટાછેડા લીધા, પરંતુ છૂટાછેડા પછી પણ આમિર ખાનની પૂર્વ પત્ની ક્યારેય તેના વખાણ કરતાં થાકતી નથી.

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિરખાન વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરે છે, પણ તેમની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવે છે. આમિર ખાનની ફિલ્મો પણ અધધધ.. કમાણી કરે છે. આમિર ખાન બોલિવૂડના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ ધરાવે છે.

આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. આમિર ખાને બે વાર લગ્ન કર્યા છે અને બંને વખત છૂટાછેડા લીધા છે, પરંતુ ડિવોર્સ બાદ પણ આમિર ખાનની પૂર્વ પત્ની ક્યારેય તેના વખાણ કરતાં થાકતી નથી. તાજેતરમાં, આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવે આમિર ખાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સર્જનાત્મકતા ધરાવતા લોકોમાં આમિર ખાન શ્રેષ્ઠ વ્યક્તિ છે. આમિર ખાનની જેટલી પ્રશંસા કરીએ એટલી કમ છે.

કિરણ રાવે કરીના કપૂરના પોડકાસ્ટ શો-‘ઔરતેં ક્યા ચાહતી હૈ?’માં હાજરી આપી હતી. આ શોમાં કિરણે આમિર ખાન વિશે દિલ ખોલીને વાત કરી હતી. અને તેની વાતોમાં આમિર ખાન પ્રત્યેનો પ્રેમ ભારોભાર ઝળકતો જોવા મળ્યો હતો. કિરણે જણાવ્યું હતું કે આમિરને જ્યારે કોઇ વસ્તુ ગમી જાય તો એ તેની માટે તેના 100 ટકા આપતો હોય છે.

આપણ વાંચો: મેગાસ્ટાર ચિરંજીવીના નામે નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: આમિર ખાને કહ્યું “હું પણ તેમનો મોટો ફેન”

અને જો એને કોઇ બાબત પસંદ નહીં આવે તો પણ તે ઇમાનદાર રીતે તેને જણાવી દેશે. તેની સાથે તમે એક સર્જનાત્મક વ્યક્તિ તરીકે કામ કરી શકશો. એ કોઇને નફરત નથી કરતો. આમિરને નિર્ણય લેતા સમય લાગે છે, પણ જ્યાં સુધી એને 100 ટકા ખાતરી નહીં થાય ત્યાં સુધીએ કોઇ નિર્ણય નહીં લે. ક્યારેક તેની આવી રીતથી કંટાળો પણ આવી જાય, પણ એની કામ કરવાની આ જ રીત છે.

આમિર ખાને 1986માં રીના દત્તા સાથે પહેલા મેરેજ કર્યા હતા. આ મેરેજ થકી તેને બે બાળક જુનૈદ ખાન અને આયરા ખાન છે. થોડા સમય બાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા. ત્યાર બાદ આમિરનું દિલ કિરણ રાવ સાથે લાગી ગયું. બંનેએ લગાન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

કિરણ રાવે આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. બંને પહેલા મિત્રો બન્યા અને આ મિત્રતા બાદમાં પ્રેમમાં બદલાઇ ગઇ. 28 ડિસેમ્બર 2005ના રોજ આમિર ખાન અને કિરણ રાવે લગ્ન કરી લીધા. તેમનો એક પુત્ર આઝાદ છે. જોકે, લગ્નના થોડા વર્ષ બાદ બંનેએ 2021માં ડિવોર્સ લઇ લીધા.

ડિવોર્સ બાદ પણ આમિર ખાને તેની પહેલી પત્ની રીના દત્તા સાથે કામ કર્યું છે. તેવી જ રીતે ફિલ્મ લાપતા લેડીઝમાં પણ આમિર ખાને એક્સ વાઇફ કિરણ રાવ સાથે સક્રિયપણે કામ કર્યું હતું. બંને ધોબીઘાટ, લગાન વગેરે જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker