સનાતન ધર્મની રક્ષા માટે પવન કલ્યાણે નરસિંહ વારાહી બ્રિગેડની સ્થાપના કરી શું કહ્યું? જાણો વિગત
Narasimha Varahi Brigade: આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે (Janasena Party Chief and Andhra Pradesh deputy chief minister Pawan Kalyan) ‘નરસિંહ વારહી બ્રિગેડ’ (Narasimha Varahi Brigade) બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમનો પક્ષ જનસેના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સનાતન ધર્મની (Sanatana Dharma) રક્ષા માટેના પ્રયાસ માટે ‘નરસિંહ વારાહી બ્રિગેડ’ની સ્થાપના કરશે.
પવન કલ્યાણે કહ્યું, હિન્દુ મંદિરોમાં જવા અને સનાતન ધર્મનું પાલન કરવા કેટલાક મૂલ્યોને જાળવી રાખવા જોઈએ. સનાતન ધર્મ વગર દેશ સુરક્ષિત રહીં નહીં શકે તે સમજવું પડશે. સનાતન ન માત્ર દેશ માટે પરંતુ વિશ્વ માટે પણ માર્ગદર્શક જ્યોતિ છે. સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મ કે સનાતન ધર્મની મજાક ઉડાવતી કોઈ પણ પોસ્ટ સહન નહીં કરવામાં આવે. આ દિશામાં એક પગલાં તરીકે, જેએસપીએ સનાતન ધર્મ સંરક્ષણ વિંગ કે નરસિંહ વારાહી બ્રિગેડનું ગઠન કર્યુ છે.
આપણ વાંચો: જો તમે ભગવાન રામનું અપમાન કર્યું તો…હિંદુ ધર્મ માટે મરી જઇશ : સુપરસ્ટાર પવન કલ્યાણે જુઓ શું કહ્યું…
પવન કલ્યાણે કહ્યું, હું તમામ ધર્મોનો આદર કરું છું પરંતુ….
પનવ કલ્યાણે કહ્યું, ‘ચર્ચ અને મસ્જિદને પણ આદર આપવો પડશે. ઉપરાંત જો કોઈ સનાતન ધર્મ સામે કંઈપણ બોલે કે ભાવનાને ઠેસ પહોંચાડે તો તેની સજા મળશે. હું એનડીએ સરકાર તરફથી નહીં પણ જનસેના તરફથી બોલી રહ્યો છું. અનેક લોકોએ અમને એક યૂથ બ્રિગેડ, કલ્ચરલ બ્રિગેડ વગેરે રાખવાનું કહ્યું હતું.
જોકે આ પહેલા લક્ષ્મી નરસિંહ સ્વામીના આશીર્વાદ લઈને હું સનાતન ધર્મની રક્ષા માટે એક વિંગ બનાવવાની જાહેરાત કરું છું. અમે નરસિંહ વારાહી બ્રિગેડ બનાવવાની જાહેરાત કરીએ છીએ. જે ધર્મની રક્ષા માટેનું એક સંગઠન છે. અમે બંને તેલુગુ રાજ્યોમાં સનાતન ધર્મની રક્ષા માટે તેનું સંગઠન બનાવીશું. હું તમામ ધર્મોનો આદર કરું છું પરંતુ મહત્વની વાત છે કે હું સનાતન ધર્મની રક્ષા કરવા માંગુ છું અને આ માટે કામ કરીશ.’