Viral Video: જંગલમાં દેખાયું વાઘનું એવું સ્વરૂપ કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયા પર દરરોજ જાતજાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. વાઈરલ થતાં આ વીડિયોમાંથી કેટલાક વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે તો કેટલીક વખત વીડિયો એટલા વાહિયાત હોય છે કે મગજની નસો ખેંચાઈ જાય છે.
આજે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ. આ વાઈરલ વીડિયો એક વાઘનો છે. હવે તમને થશે કે વાઘ તો વાઘ હોય એમાં નવું શું છે તો ભાઈસાબ અહીંયા તમારી ભૂલ થાય છે. વિશ્વાસ ના થતો હોય જોઈ લો આ વીડિયો…
સોસિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં વાઘના માથા પર ધારદાર મોટા શિંગડા જોવા મળી રહ્યા છે. હવે તમને થશે કે ભાઈ વાઘના માથા પર શિંગડા આ મામલો શું છે? તો તમને જણાવવાનું કે આ વીડિયો જોઈને તમારે જરાય ગભરાવવાનું કારણ નથી. આ જાદુ કરવામાં આવ્યો છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી.
જી હા, એઆઈની મદદથી તૈયાર કરવામાં આવેલા આ વીડિયોમાં વાઘના માથા પર બારાસિંઘા જેવા મોટા મોટા ધારદાર શિંગડા જોવા મળી રહ્યા છે. પરંતુ આ હકીકત નથી. આ તો જસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરાયેલી કલ્પના છે.
આપણ વાંચો: ૩ વર્ષમાં અગિયારનો ભોગ લેનાર આદમખોર વાઘણ આખરે પકડાઈ
આજકાલ લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જાત જાતના અખતરા કરે છે. એઆઈ આર્ટિસ્ટ શાહિદે આ વીડિયો તૈયાર કર્યો છે. શિંગડાવાળો વાઘ જોઈને પહેલાં તો તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. પરંતુ બાદમાં તમારા ચહેરા પર સ્માઈલ આવ્યા વિના નહીં રહે.
એઆઈ આર્ટિસ્ટ શાહિદે એઆઈને સવાલ કર્યો કે જો વાઘને શિંગડા હોય તો તે કેવો દેખાય અને સામે જે રિઝલ્ટ આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા, જો તમે પણ અત્યાર સુધી આ વીડિયો નો જોયો હોય તો અત્યારે જ જોઈ લો…