Spain Flood : પૂરથી 200 થી વધુ લોકોના મોત, સરકારે ઇમરજન્સી જાહેર કરી
મેડ્રિડ : સ્પેન હાલમાં પૂરની સમસ્યાનો( Spain Flood) સામનો કરી રહ્યું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરથી સૌથી વધુ પ્રભાવિત શહેર વેલેન્સિયા છે.આ જોખમને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ચેતવણી જાહેર કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે ઈમરજન્સી સેવાઓ પહોંચી શકી નથી.
હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
સ્પેનના હવામાન વિભાગે દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હ્યુએલવામાં સતત 12 કલાક સુધી 140 મીમી વરસાદ પડી શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રાસેના, અંદેવાલો અને કોન્ડાડો વિસ્તારમાં તોફાન માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
પ્રમુખ પેડ્રો સાંચેઝે દુઃખ વ્યક્ત કર્યું
સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝે સોશિયલ મીડિયા પર લખ્યું, ” સ્પેનના એ લોકોનું દર્દ અનુભવી શકું છુ જેઓ આ પૂરમાં તેમના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને મદદ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો
કરી રહ્યા છીએ. અમે લોકોને બચાવવા માટે તમામ જરૂરી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ.
ઇમરજન્સી રિસ્પોન્સ યુનાઇટેડ 1000 સભ્યો તૈનાત
સ્પેનિશ આર્મીના ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટના લગભગ 1,000 સભ્યોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. જે બચાવ – રાહત અને સફાઇના પ્રયાસોમાં મદદ કરે છે. જો કે, ઘણા વિસ્તારોમાં વીજળીની
અછત અને ફોન નેટવર્કમાં વિક્ષેપ છે.
હવામાનશાસ્ત્રીઓએ ‘દાના’ને જવાબદાર ઠેરવ્યું
આ મુશળધાર વરસાદ માટે હવામાનશાસ્ત્રીઓએ ‘દાના’ને જવાબદાર ઠેરવ્યું છે. તેઓ માને છે કે જ્યારે ઠંડી
હવા પ્રણાલી ભૂમધ્ય સમુદ્રના ગરમ પાણી સાથે અથડાય છે ત્યારે આવું થાય છે. જ્યારે તેની અસરો મોટાભાગે સ્થાનિક હોય છે. આ પૂર્વે વર્ષ 1966 અને 1957માં આવી પાયમાલી થઇ હતી. જ્યારે તુરિયા નદી વહેતી થઈ
હતી અને વેલેન્સિયા શહેર તબાહ થયું હતું.