નેશનલ

Viral Video: ’10 જનપથ મને પસંદ નથી’, રાહુલ ગાંધીએ કોને કહ્યું?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણીને કારણે સત્તાધારી અને વિપક્ષી પાર્ટી ચૂંટણીના પ્રચારમાં લાગી ગઈ છે.

કોંગ્રેસે કેરળના વાયનાડની પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતારવાની સાથે અન્ય રાજ્યની બેઠકો માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાણેજ સાથેના વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા હતા. ભાણેજ રેહાન સાથેના વાઈરલ વીડિયોને કારણે રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને 10 જનપથ વધુ પસંદ નથી, કારણ કે અહીં રહેતા હતા ત્યારે રાજીવ ગાંધીનું નિધન થયું હતું. પોતાના ભાણેજ રેહાન સાથે વાત કરતા વીડિયોમાં રાહુલ ગાંધી અને રેહાન પેઈન્ટર સાથે કામ કરતો જોવા મળ્યાં હતા.

આપણ વાંચો: રાહુલ ગાંધીએ આ રીતે ઉજવી દિવાળી, રંગકામ પણ કર્યું અને દીવા પણ બનાવ્યા

વીડિયોમાં 10 જનપથને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારા પિતાનું મૃત્યુ અહીં થયું હતું, તેથી મને મારા અહીંના ઘર માટે પ્રેમ નથી. રાહુલ ગાંધી પોતાના ભાણેજને કહે છે કે અહીં મારા પિતાનું મોત તયું હતું, તેથી આ ઘર મને પસંદ નથી.

આજે રાહુલ ગાંધીએ પેન્ટર અને કુંભારના પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને તેમની સાથેની વાતચીતમાં પોતાના અનુભવો અને કામકાજ અંગે જાણકારી મેળવી હતી.

રાહુલ ગાંધીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ખાસ લોકોની સાથેની એક યાદગાર દિવાળી…વધુમાં આગળ લખ્યું હતું કે દિવાળી એટલે પ્રકાશ, જે ગરીબી અને મજબૂરીનું અંધારું દૂર કરે છે. લાંબી એવી વાતો કરીને સૌને દિવાળીની શુભેચ્છા આપી હતી.

અહીં એ જણાવવાનું કે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના તમિલનાડુના શ્રીપેરામ્દુરમાં આતંકવાદીઓએ હત્યા કરી હતી. એ વખતે રાજીવ ગાંધીનો સત્તાવાર નિવાસસ્થાન 10 જનપથ હતું. એના પછી રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધી પણ અહીં રહેતા હતા.

જોકે, કોર્ટ કેસને કારણે રાહુલ ગાંધીએ સંસદપદ ગુમાવ્યા પછી તુગલક લેન સ્થિત પોતાના નિવાસસ્થાનને ખાલી કર્યું હતું અને એના પછી સોનિયા ગાંધી સાથે રહેતા હતા, ત્યાર પછી રાહુલ ગાંધીને સંસદપદ પણ પાછું મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button