અમેરિકામાં હેલોવીન સેલિબ્રેશન વખતે ફાયરિંગઃ બે નાં મોત, 6 ઘવાયા…
ઓરલેન્ડોઃ અમેરિકાના ફ્લોરિડામાં ‘હેલોવીન‘ના સેલિબ્રેશન માટે આયોજિત જાહેર કાર્યક્રમમાં શુક્રવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. પોલીસ અને સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવી, સાથે બાંગ્લાદેશી હિન્દુઓનો અવાજ ઉઠાવ્યો
ઓરલેન્ડો પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તે શહેરના મુખ્ય વિસ્તારમાં થયેલા ફાયરિંગની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : એવું તે શું થયું કે અમેરિકન એમ્બેસેડરે કહ્યું તૌબા તૌબા અને એ પણ દિવાળી પર?
ઓરલેન્ડોના પોલીસ વડા એરિક સ્મિથે જણાવ્યું હતું કે જ્યારે સેંકડો લોકો રાત્રે 1 વાગ્યાની આસપાસ જાહેરમાં હેલોવીનની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે પીડિતોને ગોળી મારવામાં આવી હતી.
આ પણ વાંચો : US Elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યો છેડતીનો આરોપ, મૉડલે કહ્યું- મને પકડીને…..
સ્મિથે કહ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ 17 વર્ષના સંદિગ્ધ કિશોરની પૂછપરછ કરી રહી છે. પોલીસે કહ્યું કે આ અંગેની વધારાની માહિતી આગામી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે.