આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

શું મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રોકડનો પહાડ પકડાયો? જાણો હકીકત…

મુંબઇઃ કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક રૂમમાં મોટી માત્રામાં રોકડ રાખવામાં આવી છે. વાયરલ દાવા સાથે શેર કરવામાં આવેલ વીડિયોમાં જણાવાયું છે કે પૂણે ગ્રામીણ પોલીસે ખેડ-શિવપુર ટોલ પર એક વાહનમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે વાયરલ વીડિયો જૂનો છે અને તાજેતરની ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી.

આ પણ વાંચો : મનસેના દીપોત્સવનો ખર્ચ અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં સમાવવો જોઈએ

રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા પુણેના ખેડ-શિવપુર ટોલ પ્લાઝા પાસે એક કારમાંથી પાંચ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. હવે આ ઘટના સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક રૂમમાં ચલણી નોટોનો ખડકલો કરેલો જોવા મળે છે. યુઝર્સે એવો દાવો કર્યો હતો કે પુણેમાં તાજેતરમાં જપ્ત થયેલી ચલણી નોટોનો આ વીડિયો છે. જોકે, તપાસમાં આ વીડિયો જૂનો અને ખોટો હોવાનું સાબિત થયું છે.

આ વીડિયો એનસીપી શરદ પવાર જૂથના નેતા રોહિત પવારે પણ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે ચૂંટણી માટે સત્તાધારી પક્ષના ઉમેદવારોને પ્રથમ હપ્તા તરીકે 25 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સાથે દગો કરનારાઓને લોકોજ દંડ કરશે અને તેમને કાયમ ઘરે મોકલી આપશે. મહારાષ્ટ્ર એ કાંઇ ગુજરાત નથી.

આ પણ વાંચો : ૧૦૦ કરોડની વસૂલીઃ અનિલ દેશમુખને ફડણવીસનો સણસણતો જવાબ

જોકે, જ્યારે આ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે આ વીડિયો ફેક સાબિત થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર 9 મે, 2021 ના ​​રોજ પોસ્ટ થયો હતો અને ત્યારથી આ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ખેડ-શિવપુર ટોલ પ્લાઝા ખાતે જપ્ત થયેલી રોકડ સાથે તેને કોઇ સંબંધ નથી. લોકોને આવી કોઈપણ નકલી પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button