Weather: દિવાળીના દિવસે આ રાજ્યોમાં વરસાદ બોલવાશે ભૂક્કા, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
IMD Weather Update: હાલ મોસમનો મિજાજ બદલાયો છે. નવેમ્બર મહિનાની શરૂઆત થવામાં ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેમ છતાં કડકડતી ઠંડી નથી પડી રહી. હાલ રાત્રે ઠંડી અને દિવસે આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે દિવાળીના દિવસે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, દક્ષિણ કર્ણાટકના વિવિધ સ્થાનો પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. ઝારખંડમાં આગામી 24 કલાકમાં પહાજી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ શકે છે.
આપણ વાંચો: Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, ભૂજમાં મહત્તમ તપામાન 40 ડિગ્રી નોંધાયું
સ્કાયમેટ વેધર અનુસાર બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ વિદર્ભ, પૂર્વ મધ્યપ્રદેશ, સિક્કિમ, કોંકણ અને ગોવા, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, અંદામાન-નિકોબારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશ, કેરળ, લક્ષદીપ, આંધ્ર પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં દિવાળીના પર્વ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં ઠંડીના બદલે ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ છે, રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો અનુભવ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યા મુજબ, રાજ્યમાં દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદભવી શકે છે. 7-14 નવેમ્બરમાં માવઠું થઈ શકે છે. અન્ય હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું, દિવાળી પર વાદળછાયું વાતાવરણ રહી શકે છે.