અયોધ્યામાં દીપોત્સવઃ યોગી આદિત્યનાથે કહ્યું કાશી-મથુરા પણ…
અયોધ્યાઃ રામમંદિરના ઉદ્ધાન પછી અયોધ્યામાં પહેલી વખત દિવાળી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. અહીંના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ જે લોકોએ રામની પૈડીમાં પાણીનું આચમન કર્યું એ લોકો પણ આજે રામ રામ કરી રહ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે કાશી મથુરા પણ અયોધ્યાની માફક ઝળહળે.
યોગી આદિત્યનાથે વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે વિપક્ષ અયોધ્યાના વિકાસ માટે અવરોધરુપ બની રહ્યું છે એની સાથે માફિયાઓને પણ હટાવવામાં આવી રહ્યા છે. અમે સનાતન ધર્મના અવરોધોને પણ હટાવવાના છે. સનાતન અને વિકાસના કાર્યોમાં અવરોધરુપ બનનારાની હાલત પણ માફિયાઓ જેવી થશે, એમ આદિત્યનાથે જણાવ્યું હતું.
આદિત્યનાથે કહ્યું કે ત્રેતા યુગમાં દિવાળીની શરુઆત અયોધ્યામાંથી થઈ હતી. 22મી જાન્યુઆરીના રામલલ્લાના ધામની દુનિયામાં પ્રશંસા કરવામાં આવી રહી છે. ભારતે લોકશાહીની તાકાતનો પરિચય દુનિયાને કરાવ્યો છે.
આપણ વાંચો: Assembly Election: મહારાષ્ટ્રમાં ભાજપે બદલી રણનીતિ, PM Modi કરતા યોગી આદિત્યનાથ ડબલ કરશે રેલી…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ એનું ઉદાહરણ છે. અમુક લોકો રામ ભગવાનના અસ્તિત્વ પર સવાલ ઊઠાવી રહ્યા હતા, પણ સવાલ રામના અસ્તિત્વ નહીં, પરંતુ સનાતન અને તમારા પૂર્વજો પર હતા.
યોગી આદિત્યનાથે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામરાજ્યની માફક કામ કરવાનું શરુ કર્યું છે. 70 વર્ષની ઉપરના વૃદ્ધોને પાંચ લાખ સુધીની સારવાર ફ્રીમાં મળશે. આજે પણ ભેદભાવ વિના તમામ લોકોને ફ્રી રાશન મળે છે.
સબકા સાથ-સબકા વિકાસની રીતે કામગીરી કરવામાં આવે છે. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિચારધારા એ વિરાસત અને વિકાસનો અદભૂત સંગમ છે, એમ તેમણે જણાવ્યું હતું.