એવું તે શું થયું કે અમેરિકન એમ્બેસેડરે કહ્યું તૌબા તૌબા અને એ પણ દિવાળી પર?
હેડિંગ વાંચીને તમે કઈ પણ ઊંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં તો અમેરિકન એમ્બેસીમાં થયેલા દિવાળી સેલિબ્રેશનની વાત ચાલી રહી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં લોકો પર દિવાળી સેલિબ્રેશનનો ખુમાર છવાયેલો છે પછી એ ભારતીય હોય કે વિદેશી. દરેક જણ આ તહેવારની મજા માણવા માટે એકદમ સજ્જ છે અને દિવાળી પાર્ટી, ફેસ્ટિવિટીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવું જ કંઈક ભારતમાં આવેલી યુએસ એમ્બેસીમાં પણ જોવા મળ્યું હતું.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં યુએસ એમ્બેસીમાં ધામધૂમથી દિવાળી પાર્ટી મનાવવામાં આવી હતી. જ્યાં એમ્બેસીના કર્મચારીઓ સહિત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટી (Eric Garcetti)એ પણ ડાન્સ કર્યો હતો. આ વીડિયો ઈન્ડિયન્સ અને અમેરિકન નાગરિકો ફૂલ ઓન સેલિબ્રેશન મૂડમાં જોવા મળી રહ્યા છે.
અમેરિકન એમ્બેસેડર પણ અત્યારના ટ્રેન્ડિંગ ગીત તૌબા તૌબા પર પરિવાર અને કર્મચારીઓ સાથે ડાન્સ કર્યો હતો. આ સમયે તેમણે ઈન્ડિયન ટ્રેડિશનલ અટાયર કેરી કર્યો હતો. ડાર્ક ખાખી કલરનો કુર્તો, વ્હાઈટ પાયજામો અને મરુન કલરના સ્કાર્ફ સાથે બ્લેક સનગ્લાસીસ પહેરીને ઈન્ડિયન સ્વેગ દેખાડ્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં ગીત પૂરું થયા બાદ સ્ટેજ પર તમામ અમેરિકન ઓફિસર, કર્મચારીઓ અને પરિવારના સભ્યો પોઝ આપતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને નેટિઝન્સ એકદમ ખુશ થઈ ગયા છે અને લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ ના જોયો હોય તો આજે જ જોઈ લો આ વીડિયો….