શું શરીર સ્વયં નીરોગી રહી શકે છે? શા માટે નહીં?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
આપણું આ માનવશરીર અમૂલ્ય છે. જે પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે, તેમણે જ માનવશરીરનું નિર્માણ કર્યું છે. જેમ કોઈ કંપની નવી પ્રોડક્ટને બહાર પાડતાં પહેલાં, તે જે તે વાતાવરણમાં યોગ્ય રીતે કામ કરી શકે તેવું જ તેનું બંધારણ કરે છે. તેમ જ પરમાત્માએ આ શરીરનું બંધારણ એવું જ કરેલ છે કે, શરીર કુદરત સાથે તાલમેલ મેળવી સ્વયં સ્વસ્થ રહી શકે. આપણું શરીર આ દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે સ્વયંભૂ જ સક્ષમ છે. અનેક રોગની સામે સ્વસ્થ રહેવાનો ઈલાજ શરીર પાસે ન હોય તેવું શક્ય જ નથી. એટલું જ નહીં, પરંતુ વિવિધ રોગનો સામનો કેવી રીતે કરવો? તે જ્ઞાન પણ શરીર ધરાવે જ છે.
આપણું શરીર તૂટેલાં હાડકાંને આપમેળે જ સાંધી શકે છે, તેમ જ ઈજા થતાં નીકળતા લોહીને અટકાવવાની, રૂઝ લાવવાની અને કૅન્સરના કોષોને નાશ કરવાની તાકાત શરીરની પોતાની પાસે છે. એટલું જ નહીં, પરંતુ ઉંમર વધવાની સાથે શરીરમાં થતાં ફેરફાર પર કાબૂ રાખવાની પ્રબળશક્તિ પણ આપણાં શરીરમાં છે. તો પછી શરીર સામાન્ય બીમારીઓનો સામનો કેમ ન કરી શકે…?
Also read: મગજ મંથન : માત્ર વસ્તુઓ નહીં, મોહ ને અહંકારનો પણ ત્યાગ જરૂરી..
આપણું શરીર આટલું સક્ષમ હોવા છતાં આજે આપણે બીમારીઓના વધુ ને વધુ શિકાર કેમ બનતા જઈએ છીએ? ટૅક્નોલોજી ક્ષેત્રે વિશ્ર્વ આટલું વિકસિત હોવા છતાં પૂર્વે સાંભળી ન હોય તેવી નવી નવી બીમારીઓથી આપણે આટલા ભયભીત કેમ છીએ? મેડિકલ સાયન્સનાં ઘણાં સંશોધનો થયાં હોવા છતાં હૉસ્પિટલો દર્દીઓથી ભરચક કેમ રહે છે?
એક સંશોધન પ્રમાણે ડૉક્ટર પાસે જતા ૭૦ ટકા દર્દીઓ વાસ્તવિક બીમાર જ હોતા નથી. તેના ઈલાજમાં દવાની કોઈ આવશ્યકતા હોતી નથી. આ બાબતે પ્રાય: દર્દીની માનસિકતા જવાબદાર હોય છે. શું આ બાબતે આપણે ગંભીરપણે વિચારવાની જરૂર લાગતી નથી? જો ખરેખર તટસ્થપણે વિચારીએ તો આ બધી બાબતોમાં જવાબદાર આપણી અયોગ્ય જીવનશૈલી, શારીરિક-માનસિક કેળવણીની બેદરકારી તથા સમજણ અને સહનશક્તિના અભાવે દિનપ્રતિદિન આપણાં જીવનમાં થતો દવાઓનો અતિરેક છે.
અયોગ્ય જીવનશૈલી અને કેળવણીનો અભાવ:
આજના કહેવાતા સગવડિયા યુગમાં સુશિક્ષિત એવા આપણને શરીરની કેળવણી કરવી એ બિનજરૂરી લાગે છે, જે પરિસ્થિતિઓનો શરીર ખૂબ જ સહેલાઈથી સામનો કરી શકે છે, તેમાં બદલાવ લાવી આપણે શરીરને વિપરીત પરિસ્થિતિમાં રાખવા મથીએ છીએ. જેમ કે ગરમી અને ઠંડીમાં શરીર સહજતાથી રહી શકે છે, તેમ છતાં આપણે ઍરકન્ડિશન અને હીટરનો ઉપયોગ કરીને શરીરને તે વિપરિત વાતાવરણનું ગુલામ બનાવી દઈએ છીએ. આ રીતે ધીરે-ધીરે શરીર સામાન્ય ગરમી અને ઠંડી પણ સહન કરી શકતું નથી. પરિણામે વાતાવરણમાં ગરમી કે ઠંડી વધતા શરીર બીમાર પડી જાય છે. વિચિત્રતા એ છે કે આ જ્ઞાનથી વંચિત એવાં આપણે આવી બીમારીનું કારણ વધુ ગરમી કે ઠંડીને ગણીને ફરી ઍરકન્ડિશન કે હીટરનો ઉપયોગ કરી કેવળ મૂર્ખાઈનું જ પ્રદર્શન કરીએ છીએ.
વળી, આજના યુગમાં જીવનધોરણ ઊંચું જતાં આપણને જરૂરિયાત કરતાં વધુ સગવડો મળવા લાગી છે. બિનજરૂરી સગવડતાઓના ભોગી એવાં આપણે પાકેલ પપૈયાં જેવા થઈ ગયા છીએ. આપણે સારી રીતે જાણીએ છીએ કે, આ સગવડતાઓ જ આપણને તેના ગુલામ બનાવે છે. છતાં તેનો ત્યાગ કરવામાં પરાધીન એવાં આપણે સામાન્ય બીમારીઓ સામે પણ લડવા સક્ષમ રહ્યા નથી. જેમ પહેલાના જમાનામાં વ્યક્તિને રોજબરોજના કામમાંથી જ શરીરને જે કુદરતી વ્યાયામ મળી જતો, તે આજે નહીવત્ થઈ ગયું છે. તેમજ આધુનિક ઉપકરણોનો વધુ ઉપયોગ કરતાં એવાં આપણે એક માળથી બીજે માળ જવા માટે દાદર ચડવાને બદલે લિફ્ટનો અને કપડાં ધોવાં માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ. અરે…! થોડુંક નજીક બહાર જવું હોય, તો પણ ચાલીને જવાને બદલે વાહનનો ઉપયોગ કરીએ છીએ અને પાછા સવારે ચાલવા જવામાં ગૌરવ અનુભવીએ છીએ.
તેમજ આજે બીજી મોટી તકલીફ એ છે કે, વાલીઓ પોતે જ પોતાનાં સંતાનોનો ઉછેર કહેવાતા સલામતી ક્ષેત્ર (જફરયિું ણજ્ઞક્ષય)માં જ કરે છે. પોતાનાં બાળકોને બહારના વાતાવરણ તથા રમત-ગમતની ટેવ ન પડાવતા, તેને વીડિયોગેમ, ટી.વી., લેપટૉપ, ઇન્ટરનેટ, મોબાઇલ વગેરેના આશિક બનાવી દીધા છે. આથી આવા ઘરઘૂસિયાં બાળકો (ઇંજ્ઞળયતશભસ ઊંશમત) બહારની સામાન્ય પરિસ્થિતિઓનો સામનો પણ કરી શકતાં નથી અને ખૂબ જ અકળાઈ જાય છે.
Also read: સાયબર સાવધાની : ભૂલથી ગયેલા પાંચ હજાર મેળવવામાં છ લાખનો ફટકો
આવી સગવડતાઓ અને ખોટી આદતોને કારણે આપણે અને આપણાં સંતાનો સામાન્ય વાતાવરણ, ઋતુ, સ્થાન કે પાણીમાં ફેરફાર થતાં તરત જ બીમાર થઈ જઈએ છીએે. એટલું જ નહીં, પરંતુ શરીરને નાની એવી બીમારીમાંથી બહાર નીકળતાં દિવસો વિતી જાય છે. ખરેખર શરીર પોતાની જાતે ગમે તે પરિસ્થિતિમાં અનુકૂળતા સાધવા સક્ષમ છે. તો શું પોતાને સમજું માનતા એવાં આપણે, થોડી એવી ધીરજ રાખીને શરીરને પોતાનું કાર્ય કરવા માટે સમય ન આપવો જોઈએ?
દર્દીમાં દવાનું ગાંડપણ:
આજે આપણે અનેક ક્ષેત્રોમાં ઘણાં આગળ પહોંચવા છતાં સહનશક્તિની બાબતમાં ઘણાં પાછા પડતા જઈએ છીએ. સામાન્ય પરિસ્થિતિમાં પણ આપણે અનુકૂળતા સાધી શકતા નથી. તેના પરિણામે આજે આપણે નાની એવી બીમારીઓને પણ ખૂબ જ ગંભીર સ્વરૂપ આપીને તેનાથી બચવા બિનજરૂરી દવાઓ શરીરમાં ઠાલવીને દવાઓના ગુલામ બનવા લાગ્યા છીએ.
વાસ્તવમાં શરીર દરેક રોગ સામે લડવા શક્તિ ધરાવે છે. ભગવાને આપણાં શરીરમાં લીવરને દવાઓ ઉત્પન્ન કરતું મોટું કારખાનું બનાવ્યું છે. તે શરીરમાં પ્રવેશેલા કોઈ પણ રોગથી અજાણ હોતું નથી. તેમજ તે તમામ રોગને નાબૂદ કરવાની પૂરેપૂરી સક્ષમતા પણ ધરાવે છે, પરંતુ ભગવાને ગોઠવી આપેલી આ સુંદર વ્યવસ્થાને રોગ સામે લડવાનો અવસર ન આપતાં આપણે દવાઓની શરણાગતિ સ્વીકારીએ છીએ.
દવાઓના અતિરેકથી શરીરમાં આવતી આજીવન બીમારીની પ્રક્રિયા
શરીરમાં સામાન્ય બીમારીઓ થાય: શરીરની રોગપ્રતિકારક શક્તિ સ્વયં તે બીમારીઓ સામે લડવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ દર્દી દવાઓ દ્વારા બીમારી દૂર કરવાનું પસંદ કરે. શરીરની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય બીમારી સામે લડવાના અનુભવથી વંચિત રહે. દર્દીના જીવનમાં દવાઓનો ઉપયોગ વધતાં, તે સામાન્ય રોગમાં પણ વધુ માત્રા અને વધુ પાવરની દવા લે ત્યારે જ દવાઓની અસર થાય. દવાઓનો ઉપયોગ એટલો બધો વધી જાય છે કે, તેની અસર થતી જ બંધ થઈ જાય (અક્ષશિંબશજ્ઞશિંભ છયતશતફિંક્ષભય). હવે નથી દવાઓ રોગને કાઢવા માટે સક્ષમ કે નથી શરીરની રોગપ્રતિકારક શક્તિને સામાન્ય રોગ સામે લડવાનો અનુભવ. દર્દી આજીવન અનેક રોગનો આધીન થઈ જાય.
ભગવાને આપેલ રોગપ્રતિકારક શક્તિ પર વિશ્ર્વાસ ન રાખતાં આપણે કેવળ દવાઓના આધારે જ સ્વસ્થ રહેવા મથીએ છીએ, પરંતુ જેમ જેમ દવાઓને આધીન બનીએ છીએ, તેમ તેમ આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટતી જાય છે.
આપણે સહુ માનીએ છીએ કે, ઘરમાં ઘૂસી ગયેલ ઝેરી સાપને બહાર કાઢવામાં જ ડહાપણ છે, પરંતુ તેના ઉપર ટોપલો ઢાંકી, આંખ મિંચામણા કરી ઘરમાં સાપ નથી એવું માનીને હરખાવું તે બુદ્ધિમતા નથી. તેવી જ રીતે આપણો હેતુ રોગને મૂળમાંથી કાઢવાનો હોવો જોઈએ, પરંતુ બિનજરૂરી દવાઓના ઉપયોગથી બીમારીને દબાવીને આપણા જ શરીરમાં કાયમી નિવાસ આપવો તે શું યોગ્ય છે?
આમ, બિનજરૂરી દવાઓ દ્વારા રોગને શરીરમાં જ ઢાંકી દેવાથી તે રોગ ક્યારેય નિર્મૂળ થવાના નથી. શરીર સ્વાસ્થ્ય અંગે અજ્ઞાની અને અધીરિયા સ્વભાવને પૂર્વ સાવધાનીમાં ખપાવતા એવા આપણે આ બાબતે શું થોડું વિચારવું ન જોઈએ…?