Election Nomination: 2 મિનિટની ‘લેટ લતીફી’ નડી નેતાજીને, પછી શું, જુઓ વીડિયો…
નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની 2024 ની તારીખ નજીકમાં આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને જાહેર કરી ચૂક્યા છે, જ્યારે ઈલેક્શનની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આજના નોમિનેશનના છેલ્લા દિવસે અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે કોંગ્રેસ પાર્ટી છોડીને વંચિત બહુજન આઘાડી (વીબીએ)માં જનારા નેતા ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા.
આ પણ વાંચો : Assembly Election: અજિત પવાર જૂથને ફટકો, વધુ એક નેતાનો બળવો
મળતી માહિતી માહિતી મુજબ વીબીએના નેતા અનીસ અહમદ નિર્ધારિત સમયના બે મિનિટ પછી ક્લેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે નોમિનેશન માટે છેલ્લી તારીખ હતી, ત્યારે વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના નાગપુરના ઉમેદવાર અનીસ અહેમદ બે મિનિટ માટે મોડા પહોંચ્યા હતા, પરંતુ કલેક્ટરની ઓફિસથી અધિકારીઓ તાળા મારીને નીકળી ગયા હોવાનું ચોંકાવનારી માહિતી મળી હતી.
કોંગ્રેસ છોડીને વંચિત બહુજન આઘાડીમાંથી નાગપુરની સીટ પરથી અનિસ અહેમદ નોમિનેશન ફાઈલ કરવામાંથી ચૂકી ગયા હતા. કલેક્ટરની કચેરીએ અનીસ અહેમદ બપોરના ત્રણ વાગ્યે પહોંચ્યા હતા, પરંતુ તમામ કર્મચારીઓ તો નીકળી ગયા હતા. આમ છતાં અનીસ અહેમદ ટસના મસ થયા નહોતા અને હજુ પણ ઓફિસના પરિસરમાં બેસી રહ્યા હતા અને નોમિનેશન માટે માગણી કરી રહ્યા હતા.
આ પણ વાંચો : Mumbai Breaking: નવાબ મલિકને અજિત પવારે આપી ઉમેદવારી?
સૌથી આશ્ચર્યની વાત એ હતી કે અનીસ અહેમદ નોમિનેશન માટે નિર્ધારિત સમય પછી પહોંચ્યા હતા, ત્યારે રિટર્નિંગ ઓફિસરે ગેટ બંધ કરી દીધા હતા. હજુ પણ તેઓ ડીએમ ઓફિસના પરિસરમાં બેઠા છે અને નોમિનેશનની માગણી કરી રહ્યા છે. અનીસ અહેમદનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી યૂઝર્સે પણ અવનવી પ્રતિક્રિયા આપી હતી.