જોઈ લો, સારા અલી ખાનનો ભક્તિમય અંદાજ, ક્યાં પહોંચી?
દેશમાં દિવાળી-નવા વર્ષ વર્ષના સેલિબ્રેશન વચ્ચે લોકોમાં બહારગામ હરવાફરવાનું ચલણ વધતું હોય છે, જેમાં બોલીવુડના કલાકારો પણ એમાંથી બાકાત નથી. જાણીતી અભિનેત્રી સારા અલી ખાન ફરી એક વારા બાબાના દરબારમાં પહોંચી છે, જ્યારે એની તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે.
સારા અલી ખાન મહાદેવની ભક્ત છે. આ અગાઉ સારા અલી ખાન અનેક વખત ભોલે બાબાના દર્શન કરવા માટે પ્રખ્યાત મંદિરોમાં જતી જોવા મળે છે. તે ઘણી વખત ઉત્તરાખંડના કેદારનાથ ધામની પણ મુલાકાત લે છે.
મંગળવારે ધનતેરસના સપરમા દિવસે સારા અલી ખાન દેવભૂમિ પહોંચી છે. ત્યાં તેણે કેદારનાથ ધામમાં બાબાના દર્શન કર્યા. તેણે પોતાની ધાર્મિક યાત્રાની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. સારા અલી ખાને તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે મહાદેવની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે.
આપણ વાંચો: Watch Video: અરે! શું થયું? કેવી રીતે બગડી ગયો સારા અલી ખાનનો મોંઘો ડ્રેસ?
સારાએ કેપ્શન લખ્યું છે કે, Jai Shree Kedar, The flowing of Mandakini, The aarti sounds, A milky ocean, Beyond the clouds, Until next time.
પહેલી તસવીરમાં સારા કેદારનાથ ધામની આગળ ઉભેલી જોવા મળે છે. તેના કપાળ પર તિલક છે. બીજી તસવીરમાં તે પહાડોની વચ્ચે પોઝ આપતી જોવા મળે છે. ત્રીજી તસવીરમાં સારા નંદીજી સામે માથું નમાવતી જોવા મળે છે. અન્ય એક તસવીરમાં સારા પ્રાર્થના કરતી જોવા મળે છે.
એક તસવીરમાં તે પહાડો પર ધ્યાન કરવામાં મગ્ન જોવા મળે છે. એક તરફ ચાહકો સારાની પોસ્ટના વખાણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. યુઝર્સ ધર્મ પર કમેન્ટ કરી રહ્યા છે.
બાબા કેદારનાથના દર્શન કરીને પૂજા કર્યા બાદ સારા ખરીદી કરતી જોવા મળી હતી. આ દરમિયાન સારા મંકી કેપ પહેરીને પોતાનો આખો ચહેરો ઢાંકીને બહાર નીકળી હતી. તે એક સામાન્ય યુવતીની જેમ સ્થાનિક દુકાનમાંથી ખરીદી કરતી જોવા મળી હતી. એક્ટ્રેસની આ સ્ટાઇલના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.