Mukesh Ambaniએ દિવાળી પર કર્મચારીઓને એવી ભેટ કે… વીડિયો થયો વાઈરલ…
દિવાળીના સપરમા દિવસો ચાલી રહ્યા છે અને લોકો એકબીજાને ભેટ-સોગાદ આપીને દિવાળીની શુભેચ્છાઓ આપે છે. આ સમયે કંપની દ્વારા પણ દિવાળી પર કર્મચારીઓને બોનસ અને ગિફ્ટસ આપે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ એક કર્મચારી દેખાડી રહી છે.
આ ગિફ્ટ બોક્સની પેકિંગ ખૂબ જ સુંદર છે અને બોક્સ પર મુકેશ અંબાણી, નીતા અંબાણી અને પરિવાર તરફથી એક સુંદર નોટ પણ લખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના કર્મચારીઓને એક બોક્સ દિવાળી ગિફ્ટમાં આપ્યું છે, જેમાં ડ્રાયફ્રુટ્સ છે. ત્રણેય પેકેટ એક મોટા પાઉચમાં પેક કરવામાં આવ્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે વીડિયોમાં જોવા મળતી આ યુવતી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ સોફ્ટવેર ડેવલપર છે.
વીડિયોમાં એક સફેદ રંગનો બોક્સ જોવા મળી રહ્યો છે જેમાં ઈંગ્લિશ અને હિંદી બંનેમાં દિવાળીની શુભકામનાઓ અને શુભ દિપાવલી એવું લખ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો લોકો ધૂમ શેર કરી રહ્યા છે.
નેટિઝન્સ પણ આ વીડિયોને લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ આપી રહ્યા છે. વીડિયોની કેપ્શનમાં લખ્યુ છે કે જિયો કંપની દ્વારા દિવાળીની ભેટ @client company. આ વીડિયો અત્યાર સુધીમાં 16 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને 500થી વધુ કમેન્ટ આવી ચૂકી છે.
આપણ વાંચો: મુકેશ અંબાણીની આ કંપનીના શેર ખરીદવાની ઉત્તમ તક… ભાવમાં થયો તીવ્ર ઘટાડો !
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આ વખતે કંપની દ્વારા મને દિવાળી ગિફ્ટમાં એર ફ્રાઈંગ મળ્યું છે તો બીજા એક યુઝરે લખ્યું છે આ વખતે દિવાળીમાં તેને કંપની તરફથી બોનસમાં રોકડ રકમ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દ્વારા વારે-તહેવારે પોતાના કર્મચારીઓને ગિફ્ટ્સ મોકલવામાં આવે છે. ગયા વર્ષે પણ ગુલાબી રંગના એક બોક્સમાં કંપનીએ કર્મચારીઓને ભેટમાં ડ્રાયફ્રુટ્સ આપવામાં આવ્યું હતું. અનંત અંબાણીના લગ્ન સમયે પણ અંબાણી પરિવાર કર્મચારીઓનું મોઢું મીઠું કરાવ્યું હતું.