દરવાજો થયો લૉક: ફ્લેટમાં ફસાયેલા દંપતી, પુત્રીને સુરક્ષિત બહાર કઢાયાં
થાણે: થાણેમાં દરવાજો લૉક થઇ જતાં ફ્લેટના બેડરૂમમાં ફસાયેલા દંપતી અને તેમની 14 વર્ષની પુત્રીને અગ્નિશમન દળના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં.
આ પણ વાંચો: Kedarnath માં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું રેસ્ક્યૂ કરાયું
થાણેના કલવા વિસ્તારમાં સોમવારે આ ઘટના બની હતી. કલવામાં આવેલી ત્રણ માળની ઇમારતમાં બીજા માળે દંપતી તેમની પુત્રી સાથે રહે છે. સોમવારે વહેલી સવારે 6.45 વાગ્યે તેઓ બેડરૂમમાં હતા ત્યારે દરવાજો અચાનક લૉક થઇ જતાં તેઓ અંદર ફસાઇ ગયા હતા.
દરમિયાન બનાવની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ તથા અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: Porbandarમાં કોસ્ટગાર્ડે પૂરમાં ફસાયેલા 17 લોકોને એરલિફ્ટ કર્યા, બે દિવસમાં 82 લોકોનું રેસ્ક્યુ
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે દરવાજો ખોલવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્રણેય જણને બહાર કાઢવામાં આવ્યાં હતાં. (પીટીઆઇ)