દક્ષિણ મુંબઈમાં 1.32 કરોડની રોકડ જપ્ત: પાંચને તાબામાં લેવાયા
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ કરવામાં આવેલી આચારસંહિતા દરમિયાન શનિવારે દક્ષિણ મુંબઈમાં 1.32 કરોડની રોકડ પકડી પાડવામાં આવી હતી અને પાંચ વ્યક્તિને તાબામાં લેવાઇ હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ મુંબઈમાં ભૂલેશ્ર્વર બજારના ભોઇવાડા ખાતે પાંચ જણ શનિવારે રોકડ ભરેલી બેગ લઇને જઇ રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી, જેને પગલે ઉપરોક્ત સ્થળે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આપણ વાંચો: તો શું લોરેન્સ બિશ્નોઇ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે!
દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ફ્લાઇંગ સ્કવોડને ત્યાં મોકલવામાં આવી હતી અને રોકડ જપ્ત કરીને પાંચ જણને તાબામાં લેવાયા હતા. રોકડની જપ્તિનું શૂટિંગ કર્યા બાદ પાંચે જણને પૂછપરછ માટે વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
આ અંગે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી અને રોકડ ભરેલી બેગો તેમને હવાલે કરી દેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)