ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ઇન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ્સ માટેનું ખૂબ નબળું બજાર એટલે ભારત!

કેન્વાસ -અભિમન્યુ મોદી

પશ્ર્ચિમી સંગીત સાથે ભારતનો સંબંધ હંમેશાં જટિલ રહ્યો છે. જ્યારે વિશ્ર્વ નવા અને યુવા કલાકારોને સાંભળી રહ્યું છે ત્યારે ભારત ભૂતકાળની જાળમાં અટવાયું છે. મ્યુઝિક બેન્ડ ‘કોલ્ડપ્લે’ જેવું વર્લ્ડ ફેમસ બેન્ડ ભારતમાં ભીડ એકઠી કરી શકે છે અને ધડાધડ ટિકિટ વેચી શકે છે, પરંતુ આ બ્રિટિશ બેન્ડ જેવા અપવાદને બાદ કરતાં ભારતને અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય સંગીત માટે વાઇબ્રન્ટ માર્કેટ માનવામાં આવતું  નથી એ કડવી વાસ્તવિકતા છે.

| Also Read: કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?

ભારતમાં ‘કોલ્ડપ્લે’ના આગામી ૨૦૨૫ના શોએ ઉત્તેજના પેદા કરી નાખી હતી. ચાહકો ટિકિટ મેળવવા માટે આતુર હતા. જબરજસ્ત માગને કારણે વેબસાઇટ્સ ક્રેશ થઈ ગઈ, હજારો લોકો વર્ચ્યુઅલ કતારોમાં અટવાઈ ગયા. કેટલાક નિરાશ ચાહકોએ ઉકેલ પણ શોધી કાઢ્યા… નજીકની હોટલોમાં રૂમ બુક કરાવ્યા જેથી એ હોટેલની બારીમાંથી કોન્સર્ટ જોઈ શકે. ક્રિકેટ ચાહકો પણ સ્ટેડિયમની બહારનાં વૃક્ષો પરથી મેચ જોતા હોય છે તેમ ! જોકે ‘કોલ્ડપ્લે’નો કોન્સર્ટ હમણાં તો ગેરકાયદેસર રીતે ટિકિટ સેલના આરોપસર વિવાદમાં ફસાયો છે..  હવે માત્ર એની વાત ન કરતા બીજા ઇન્ટરનેશનલ બેન્ડની કરીએ કે એનું ભારતમાં કોઈ લેવલ ખરું?

આજના ગ્લોબલ કોન્સર્ટ માર્કેટપ્લેસમાં, ટિકિટની ઊંચી કિંમતો ઘણીવાર પુરવઠા અને માગનું પ્રતિબિંબ હોય છે. જેમ કે કેબ જેવી ઍપમાં વધતી કિંમતો. ઉદાહરણ તરીકે, બ્રુસ સ્પ્રિન્ગસ્ટીનની ૨૦૨૩ યુએસ ટૂર દરમિયાન કેટલીક ટિકિટો ૫,૦૦૦ની ભારે કિંમતમાં વેચાતી જોવા મળી હતી. આયોજકોનો તર્ક સરળ હતો: જો લોકો પૈસા ચૂકવવા તૈયાર હોય તો સ્ટેજ પર પરસેવો પાડતા સંગીતકારોને આ પૈસા કેમ ન આપવા જોઈએ?

| Also Read: આરોગ્ય પ્લસ : જીવજંતુઓ ને પ્રાણીઓના ડંખ

જોકે, આ મોડેલ હંમેશાં કામ કરતું નથી. બિલી ઇલિશ જેવા વૈશ્ર્વિક સ્તરે પ્રખ્યાત કલાકારો પણ ઊંચી કિંમતની ટિકિટો સાથે સંઘર્ષ કરતા હોય છે. એમના ૨૦૨૫ યુકે ટૂરની જાહેરાત થઇ તો ચારસો પાઉન્ડની ટિકિટ   વેચાતી નથી. આવી વિસંગતતાનું કારણ શું? મોટા સ્ટાર્સ ઊંચી રકમ વસૂલ કરી શકે છે, પરંતુ ટીકાત્મક વખાણ સાથે પણ નાના બેન્ડ ઘણી વખત હાઉસફૂલ થવા માટે સંઘર્ષ કરે છે. બ્રિટિશ બેન્ડ ‘ઈંગ્લિશ ટીચરે’ સ્વીકાર્યું કે એ મર્ક્યુરી પ્રાઈઝ જીત્યા હોવા છતાં અને મોટા લેબલ સાથે કોન્ટ્રાક્ટ કરવા છતાં કોન્સર્ટ ટૂરમાંથી એ ખાસ પૈસા કમાતા ન હતા. ભારતીય અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી કલાકારો તહેવારો એકમાત્ર એવી ઘટના છે, જેમાં એમને પુષ્કળ વળતર-નફો મળી રહે છે.

ભારતમાં ‘કોલ્ડપ્લે’ની પ્રચંડ લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સંગીત માટે એક વિશાળ માર્કેટ જેવું લાગે પણ આ સરખામણી કે વાત જ અસ્થાને છે, કારણ કે ઐતિહાસિક રીતે, ભારત ક્યારેય સમકાલીન વૈશ્ર્વિક સંગીત માટે મુખ્ય મેદાન રહ્યું નથી. જ્યારે અન્ય વેસ્ટર્ન દેશો 1990ના દાયકામાં નિર્વાના, પર્લ જામ અને બ્લરનો આનંદ માણી રહ્યું હતું, ત્યારે ભારત હજુ પણ પિંક ફ્લોયડ જેવા  ક્લાસિક રોક બેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું. જ્યારે યુકે અને યુ.એસ.માં વૈકલ્પિક રોક મ્યુઝિક ઉપડ્યુ, ત્યારે સરેરાશ ભારતીય શ્રોતાઓ અનધર ‘બ્રિક ઇન ધ વોલ’  અને ‘વી વિલ રોક યુ’ તરફ વળ્યા હતા.

| Also Read: તંદુરસ્તી-મનદુરસ્તી ઃ પ્રાણાયામની સાથે યોગાસનનો અભ્યાસ…

ભૂતકાળના સંગીત પ્રત્યે ભારતના વળગણનો અર્થ એ છે કે દેશને મોટા ભાગના મોટા આંતરરાષ્ટ્રીય બેન્ડ કે સંગીતકારો દ્વારા અવગણવામાં આવે છે. એલ્ટન જોન અને બિલી જોએલ જેવા પ્રતિષ્ઠિત કલાકારોએ અહીં ક્યારેય પરફોર્મ કર્યું નથી. ૨૦૧૨ સુધી ‘ગન્સ એન રોઝ’ ભારતમાં આવ્યા ન હતા. માઈકલ જેક્સનની ૧૯૯૬માં ભારતની ખૂબ જ પ્રચલિત મુલાકાત પણ વાસ્તવિક કોન્સર્ટ કરતાં રાજકારણી બાલ ઠાકરેના નિવાસસ્થાને એના સંક્ષિપ્ત વિરામ માટે વધુ યાદગાર બની હતી.

આનાં કારણ બહુપરિમાણીય છે. પ્રથમ તો ભારતના પશ્ર્ચિમી સંગીત શ્રોતા પ્રમાણમાં વિશિષ્ટ છે અને ઓછા છે. એમની રુચિ નોસ્ટાલ્જીયા- અતીત ગીત-સંગીત  માટે વધુ છે. મોટાભાગના ભારતીયો કે જે પશ્ર્ચિમી સંગીત સાંભળે છે એ નવા, અદ્યતન અવાજોને બદલે ટાઈમલેસ ક્લાસિક પસંદ કરે છે. બીજું કારણ એ કે આવા કોન્સર્ટમાં લોજિસ્ટિકલ પડકાર પ્રચંડ છે. જ્યારે પણ કોઈ મોટા કલાકાર ભારતની મુલાકાતે આવે છે ત્યારે અમલદારો અને રાજકારણીઓ વચ્ચે મફત વીઆઈપી પાસ માટે સ્પર્ધા થાય છે.

તેના કારણે ઇવેન્ટ આયોજકો બહુ હેરાન થાય છે. અન્ય પરિબળમાં ભારતીય સંગીતનું પ્રભુત્વ ભારતીયો ઉપર ખાસ્સું છે, ખાસ કરીને ફિલ્મ સાઉન્ડટ્રેક અને પ્રાદેશિક હિટ સંગીત. એપી ધિલ્લોન અને દિલજીત દોસાંજ જેવા ભારતીય પોપ સ્ટાર્સ આંતરરાષ્ટ્રીય બેન્ડને ઢાંકી દે એવી ભારે લોકપ્રિયતાને પામે છે. દેશી હિપ હોપ અને પંજાબી સંગીત યુવા પ્રેક્ષકોમાં નવીનતમ વૈશ્ર્વિક રોક અથવા રેપ સોંગ્સ કરતાં વધુ આકર્ષણ ધરાવે છે. સ્થાનિક સંગીતની રુચિ અને બોલિવૂડ મ્યુઝિકનો ભયંકર પ્રભાવ સરહદ પારના મ્યુઝિકવાળાઓને પ્રવેશવા દેતો નથી.

| Also Read: સફળ થવું હોય તો ગમતી પ્રવૃત્તિ જ કરવી જોઈએ

બીજી તરફ, વિશ્ર્વના મુખ્ય સંગીત બજારો – લેટિન અમેરિકા, યુરોપ, જાપાન અને ઓસ્ટ્રેલિયા છે,   જે સતત ટોચના સ્તરના આંતરરાષ્ટ્રીય સંગીતજ્ઞને આકર્ષે છે. ભારતમાં વસ્તિ વધુ હોવા છતાં, વૈશ્ર્વિક સંગીતમાં સમાન સ્તરે રસ પેદા કરી શક્યું નથી. ૧૯૯૦ ના દાયકામાં, જ્યારે ઓએસિસ અને પલ્પ જેવા બેન્ડ્સ વિદેશમાં જમાવટ કરતાં  હતા ત્યારે આ  જ જૂથોએ ભારતને એમના પ્રવાસ માટે યોગ્ય સ્ટોપ માન્યું ન હતું. અત્યારે પણ, સુધરેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતી આવક હોવા છતાં ભારત પાસે હજુ પણ ટોચના સ્તરના કલાકારોના સતત પ્રવાહને આકર્ષવા માટે જરૂરી નિર્ણાયક કુનેહ કે આવડત નથી એ કડવી વાસ્તાવિકતા છે..                           

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker