વોશીંગ્ટન: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)ને ગઈ કાલે સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ્સ 2024 માં A+ ગ્રેડ સાથે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. યુએસએની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં ગ્લોબલ ફાઇનાન્સ (Global Finance) દ્વારા શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જટિલ આર્થિક પડકારોમાંથી ભારતની સર્વોચ્ચ બેંકને ચલાવવા ઉત્તમ કામગીરી અને અસરકારક નેતૃત્વ બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
| Also Read: Inflation : મોંધવારી મુદ્દે આરબીઆઇ ગર્વનરનું મોટું નિવેદન, કહી આ વાત
X પરની એક પોસ્ટમાં RBIએ લખ્યું કે, “ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ્સ A+ ગ્રેડ માટે એવોર્ડ મળ્યો છે.” ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા 1994 થી વાર્ષિક ધોરણે પ્રકાશિત થતા સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ્સમાં લગભગ 100 દેશો, પ્રદેશો અને જિલ્લાઓ તેમજ યુરોપિયન યુનિયન, ઇસ્ટર્ન કેરેબિયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ સેન્ટ્રલ આફ્રિકન સ્ટેટ્સ બેંકના ગવર્નરોને ગ્રેડ આપવામાં આવે છે.
ફુગાવા પર નિયંત્રણ, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, ચલણની સ્થિરતા અને વ્યાજ દર મેનેજમેન્ટ જેવા વિષયોને આધારે “A+” થી “F” સ્કેલ પર ગ્રેડ આપવામાં આવે છે. સંપૂર્ણ નિષ્ફળતા માટે “F” ગ્રેડ અને ઉત્તમ પ્રદર્શન માટે “A” ગ્રેડ આપવામાં આવે છે.
શક્તિકાંત દાસ ઉપરાંત ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટલ થોમસન અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને પણ સેન્ટ્રલ બેંકર્સની ‘A+’ શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
ગ્લોબલ ફાયનાન્સ મેગેઝીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 2024 માટે ભારતની શ્રેષ્ઠ બેંક જાહેર કરી છે. ગ્લોબલ ફાઈનાન્સે વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકોની સાથે યોજાયેલા તેના 31મા વાર્ષિક શ્રેષ્ઠ બેંક એવોર્ડ સમારોહમાં SBIને 2024 માટે બેસ્ટ બેંક ઓફ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
| Also Read: Gold Price Today : સોનાના રોકાણકારો થયા માલામાલ, એક જ વર્ષમાં આપ્યું આટલું વળતર
એસબીઆઈના ચેરમેન સીએસ શેટ્ટીએ એવોર્ડ મેળવ્યો હતો. બેંકને અસાધારણ સેવાઓ પ્રદાન કરવા અને તેના ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે પ્રોત્સાહન આપવા માટેની પુરસ્કાર આપવામાં આવ્યો છે.