કોર્ટમાં આરોપીને રજૂ કરાવતી વખતે વીડિયો કોન્ફરન્સનો ઉપયોગ કેમ કરાતો નથી?
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ગૃહ સચિવ પાસે માગ્યો જવાબ
નવી દિલ્હી: આરોપીને કોર્ટમાં રજૂ કરી પૂરાવા નોંધાવતી વખતે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો ઉપયોગ કેમ નથી કરાતો એ અંગે જણાવવા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ગૃહ સચિવને નિર્દેશ કર્યો હતો. આ અંગે બે અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરવાનું પણ કહ્યું હતું.
આ પણ વાંચો: આતંકવાદી કૃત્યોમાં સામેલ ગુજરાતીને કોર્ટે જાહેર કર્યો દોષી, ISI એજન્ટ સાથે મળીને રચ્યું હતું કાવતરું…
‘કોર્ટમાં આરોપીને રજૂ કરી પુરાવા નોંધાવતી વખતે અથવા અન્ય કોઇ કારણ વખતે વીડિયો કોન્ફરન્સ સુવિધાનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો એ અંગે મહારાષ્ટ્રના ગૃહ સચિવ સોગંદનામું રજૂ કરે’, એમ કોર્ટે કહ્યું હતું.
‘રાજ્યના ગૃહ સચિવે એ પણ જણાવવાનું રહેશે કે રાજ્યમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં? કોર્ટ અને જેલમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કેટલું ભંડોળ આપવામાં આવ્યું છે તેની માહિતી પણ આપવાની રહેશે. આ અંગે હાલની સ્થિતિ પણ જણાવવાની રહેશે’, એમ કોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચો: જ્ઞાનવાપી મામલે કોર્ટે હિન્દુ પક્ષને શું આપ્યો મોટો ઝટકો? જાણો વિગત
જેલમાં રજૂ કરવામાં ન આવતા સુનાવણી ૩૦ વખત મુલતવી રાખવામાં આવી છે એમ જણાવીને એક આરોપી દ્વારા કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે ઉક્ત જવાબ માગ્યો હતો. (પીટીઆઇ)