સિંગાપોરમાં ફરી કોરોનાની લહેર
સિંગાપોર: સિંગોપોર ફરી કોરોનાની લહેરનો સામનો કરી રહ્યું છે અને આવનારાં અઠવાડિયાઓમાં અનેક લોકો બીમાર પડે તેવી શક્યતા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે એવી ચેતવણી સિંગાપોરના આરોગ્ય પ્રધાનની ઑન્ગ યૅ કૂન્ગે શુક્રવારે આપી હતી.
સિંગાપોરમાં કોરાનાની નવા કેસની દૈનિક સંખ્યાનો આંક છેલ્લા બે અઠવાડિયા દરમિયાન અગાઉના અંદાજે 1000થી વધીને 2000 કરતા પણ વધુ થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. કોરોનાના નવા કેસમાં મોટાભાગના ઈજી-ફાઈવ અને એચ-કે-થ્રી વેરિયન્ટના હોવાનું તેમણે કહ્યું હતું.
આ બંને વેરિયન્ટ કોરોનાના એક્સએક્સબી ઓમિક્રોન વેરિયન્ટમાંથી ઊતરી આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
સિંગાપોરમાં જોવા મળી રહેલા કોરોનાના નવા કેસમાં 75 ટકા કેસ આ નવા બે વેરિયન્ટના હોવાનું તેમણે કહ્યું હતું.
જોકે, સામાજિક નિયંત્રણો લાદવાની કોઈ યોજના ન હોવાનું તેમણે કહ્યું હતું.
છેલ્લે માર્ચ-એપ્રિલમાં સિંગાપોરમાં કોરાનાની લહેર આવી હતી. એપ્રિલમાં સિંગાપોરમાં કોરોનાના દૈનિક અંદાજે 4,000 નવા કેસ નોંધાયા હતા.
અગાઉના વેરિયન્ટની સરખામણીએ નવા વેરિયન્ટને કારણે થનારી કોરોનાની બીમારી વધુ ગંભીર હશે એવા કોઈ પુરાવા સાંપડ્યા ન હોવાનું તેમણે કહ્યું હતું.
વર્તમાન વેક્સિન કોરોનાના આ નવા વેરિયન્ટ સામે સંપૂર્ણપણે રક્ષણ આપી શકવા સક્ષમ હોવાના સંકેત મળી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. (એજન્સી)