વેપારશેર બજાર

શેરબજારમાં શુક્રવારે કર્ક રાશિના શેરોમાં કડાકા

જાણો આજે કઈ ટોચની કંપનીઓ પરિણામ જાહેર કરશે

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં શુક્રવારે પ્રંભિક તબક્કે થોડા સુધારા બાદ ઝડપી અફડાતફડી જોવા મળી છે, જોકે ખાસ કર્ક રાશિના અગ્રણી શેરોમાં કડાકા નોંધાયા હોવાનું જોવા મળ્યું છે. એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીના કારણે બજારનું સંતુલન ખોરવાઈ રહ્યું છે, તો બીજી તરફ કોર્પોરેટ ક્ષેત્રના નિરસ અને નકારાત્મક નાણાકીય પરિણામ પણ બજારનું માનસ ખરડવાનું કામ કરી રહ્યા છે.

| Also Read: આજે શેરબજારની ફ્લેટ શરૂઆત, જાણો SENSEX અને NIFTYના હાલ

આ જ કારણસર અગ્રણી ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર કંપની હિન્દુસ્તાન યુનિલિવરમાં લગભગ પાંચ ટકાનો કડાકો જોવા મળ્યો હતો, જેને કારણે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટ્યો હતો. આ કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરનો નફો બજારની અપેક્ષા કરતાં ઓછો રહ્યો છે. હિન્દાલ્કોમાં પણ લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો. હ્યુન્ડાઈ મોટરમાં ચાર ટકાથી વધુ ધોવાણ નોંધાયું છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે હિન્દુસ્તાન યુનિલિવરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે ૬.૩૯ ટકાથી મોટો કડાકો છે, જ્યારે હિન્દાલ્કો એ ઘણીખરી ખોટ પચાવી લીધી છે. આજે આઈટીસી, ઇન્ડ્સઇન્ડ બેન્ક, ગોદરેજ કંઝ્યુંમર, અદાણી ટોટલ, અદાણી વિલ્માર, અને એસીસી સહિતની કંપની તેમના નાણાકીય પરિણામો જાહેર કરશે.

પ્રાઈમરી માર્કેટમાં ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સ ૧૬ ટકા પ્રીમિયમ પ્ર લિસ્ટેડ થયો હતો. એસ્કોર્ટ ક્યુબોટાના રેલ્વે ઇક્વિપમેન્ટ બિઝને હસ્તગત કરવાની ચર્ચા વચ્ચે સોના બીએલડબલ્યુના શેરમાં ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

| Also Read: ચાંદીમાં ₹ ૧૪૯૦ની તેજી, ₹ ૯૯,૦૦૦ની સપાટી કુદાવી પાછી ફરી: સોનું ₹ ૪૪૧ ઝળક્યું

એનએસડીએલના ડેટા મુજબ, બજાર અત્યારે જે મુખ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે તે વિદેશી ફંડોની જંગી, અભૂતપૂર્વ અને એકધારી વેચવાલી છે જે ૨૩મી ઓક્ટોબર સુધીમાં રૂ.૯૩,૦૮૮ કરોડને સ્પર્શી ગઈ છે. એફઆઈઆઈના આઉટફ્લો માટે મૂળભૂત ટ્રિગર એ ભારતમાં ઊંચા મૂલ્યાંકન અને ચીન અને હોંગકોંગ જેવા બજારોમાં પ્રમાણમાં સસ્તા અને આકર્ષક મૂલ્યાંકન છે.

राष्ट्रपति पुतिन ने नए करेंसी नोट्स की घोषणा की।

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button