નેશનલ

Priyanka Gandhi કેટલા અમીર? 59.83 કિલો ચાંદી, જમીનની પણ છે માલિકી…

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં પણ ચર્ચા રહેલી વાયનાડ બેઠક હવે ફરીથી પેટાચૂંટણીને લઈને ફરીથી ચર્ચામાં આવી છે. હવે આ બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) આજે બુધવારે પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર નોંધાવી છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવિટમાં પોતાની આવકનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો : ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડનાર Priyanka Gandhi દસમાં વ્યક્તિ

પ્રિયંકા ગાંધી પાસે કેટલી છે સંપતિ?
નાણાકીય વર્ષ 2023-24ના આવકવેરા રિટર્નમાં દર્શાવેલ આવક અનુસાર પ્રિયંકા ગાંધી પાસે 46.39 લાખ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રાની કુલ સંપત્તિ 15 લાખ રૂપિયા છે. ચૂંટણી એફિડેવિટ મુજબ, પ્રિયંકા ગાંધી પાસે 4,24,78,689 રૂપિયાની જંગમ સંપત્તિ અને 138,992,515 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. જ્યારે રોબર્ટ વાડ્રાની પાસે 37,91,47,432 રૂપિયાની જંગમ સંપત્તિ છે. પ્રિયંકા ગાંધી પર પણ 15 લાખ 75 હજાર રૂપિયાની લોન છે, જ્યારે રોબર્ટ વાડ્રા પર 10,03,30,374 રૂપિયાનું દેવું છે.

Mutual Fundમાં પણ કર્યું છે રોકાણ:
ચૂંટણી સોગંદનામા અનુસાર પ્રિયંકા ગાંધીએ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે. તેમણે Mutual Fundની અંદર 2 કરોડ 24 લાખ અને રૂ. 93 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પાસે 3 બેંક ખાતા છે, જેમાં 3 લાખ 61 હજાર રૂપિયાથી વધુની રકમ જમા છે. 30 સપ્ટેમ્બર સુધી તેની પાસે રૂપિયા 52 હજાર રોકડા હતા. પ્રિયંકા ગાંધીના પીપીએફ ખાતામાં 17 લાખ 38 હજાર 265 રૂપિયા હતા.

આ પણ વાંચો : ‘પ્રિયંકા એક સમજદાર મહિલા છે…’ પત્નીના ચૂંટણી લડવા પર રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા

સોના-ચાંદી અને ખેતીની પણ સંપતિ:
પ્રિયંકા ગાંધીની પાસે 59.83 કિલોની ચાંદીની વસ્તુઓ છે, જેની કિંમત 29,55,581 રૂપિયા છે. તેની પાસે 4.41 કિલોની જ્વેલરી છે, જેમાંથી 2.5 કિલો સોનું છે અને તેની કિંમત 1,15,79 હજાર રૂપિયા છે. પ્રિયંકા ગાંધી પાસે 8 લાખ રૂપિયાની હોન્ડા CRV કાર છે. તેમની પાસે 2 કરોડ 10 લાખ રૂપિયાથી વધુની ખેતીની જમીન પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button