BRICS 2024: 4 વર્ષના ટકરાવ પછી ‘ડ્રેગન’ના તેવર કેમ બદલાયા, જાણો સુપર સિક્રેટ?
મોદી-જિનપિંગ વચ્ચે વાતચીતમાં પુતિનનો શું છે રોલ? જાણો વિગત
કઝાનઃ રશિયાનું કઝાન શહેર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એશિયાના બે મોટા દેશો ચીન અને ભારતના નેતાઓ 2020ની ગલવાન ઘાટી બાદ એક સાથે જોવા મળ્યા હતા. પરંતુ સવાલ છે કે ચાર વર્ષના ટકરાવ અને ગતિરોધ બાદ ચીનના તેવર કેવી રીતે નરમ પડ્યા. પીએમ મોદી અને જિનપિંગ વાતચીતના ટેબલ સુધી કેવી રીતે પહોંચ્યા? તેમાં પુતિનની શું ભૂમિકા હતી.
આ પણ વાંચો : પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થશે દ્વિપક્ષીય મુલાકાત, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા…
ગલવાન ઘાટી ઘટના બાદ ભારત-ચીનના સંબંધો બગડ્યા
15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં જે કંઈ થયું તેનાથી એશિયાની બે મહાશક્તિઓ વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ હતી. આ બંને દેશો વચ્ચે સતત સૈન્ય અને રાજકીય સ્તર પર વાતચીત થતી રહી પરંતુ સમસ્યા જેમની તેમ જ હતી. 2022માં જ્યારે રશિયાને અમેરિકાએ ધમકાવીને યુક્રેનને સપોર્ટ કર્યો ત્યારે સમગ્ર વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળ્યું હતું. યુક્રેનને સમર્થન કરનારા દેશોની સંખ્યા રશિયાની તુલનામાં અનેક ગણી વધારે હતી. પરંતુ પાવર બેલેન્સિંગની આ ગેમમાં ભારત અને ચીન એવા દેશો હતા જેમણે ન તો ખૂલીને રશિયાનું સમર્થન કર્યું કે ન તો વિરોધ. અમેરિકાન અને અન્ય યુરોપિયન દેશો રશિયા પર એક બાદ એક પ્રતિબંધ લગાવતા હતા. એક્સપર્ટ્સનું માનતા હતા અમેરિકાને ટક્કર આપવા માટે રશિયા માટે ભારત અને ચીનનો સપોર્ટ ખૂબ જરૂરી છે. પરંતુ ગલવાનની ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે શીતયુદ્ધ ખતમ કરવાનો પણ પડકારો હતો.
એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી હતી મુલાકાત
આ વર્ષે જુલાઈમાં કઝાકિસ્તાનમાં એસસીઓ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન માત્ર જયશંકરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ વાંગ સાથે મુલાકાત કરી હતી. અનેક રિપોર્ટ્સમાં બંને દેશો વચ્ચેનો તણાવ દૂર કરવા મીટિંગ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ એગ્રીમેંટમાં પુતિને પણ મોટી ભૂમિકા નીભાવી હતી. જે બાદ લાઓસમાં પણ બંને દેશોના વિદેશ મંત્રીએ મુલાકાત કરીને એલએસી વિવાદ સમાપ્ત કરવા પર ભાર મૂક્યો. વાંગ યી ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ બીજા સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે.
ડોભાલે પણ પુતિન સાથે કરી હતી મુલાકાત
સપ્ટેમ્બરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે એનએસએ ડાભોલની તસવીર ખૂબ વાયરલ થઈ હતી. ડોભાલ 12 સપ્ટેમ્બર પુતિનને મળવા સેંટ પીટ્સબર્ગ પહોંચ્યા હતા.આ મુલાકાત અંગે સત્તાવાર રીતે કહેવામાં આવ્યું કે પીએમ મોદીના યુક્રેન પ્રવાસ દરમિયાન થયેલી વાતચીતથી માહિતગાર કરાવવા ડોભાલ તેમને મળ્યા હતા. પરંતુ એક્સપર્ટ્સના કહેવા મુજબ પુતિન અને ડોભાલની મુલાકાતનું અસલી કારણ ચીન અને ભારતના સૈન્ય ગતિરોધનો ખતમ કરવાનો હતો. ડોભાલે પુતિન સાથે મુલાકાત બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી હતી. 12 સપ્ટેમ્બરે એનએસએ ડોભાલે પુતિન સાથે મુલાકાત કર્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી પણ પુતિનને મળ્યા હતા. આમ બંને દેશો વચ્ચે પુતિન મહત્ત્વની કડી સાબિત થયા હતા.
આ પણ વાંચો : ‘ભારત માતાકી જય’ ના નારા સાથે પીએમ મોદીનું રશિયામાં સ્વાગત…
યુક્રેન પર રશિયાના હુમલા બાદ અનેક દેશોએ રશિયા સાથેના રાજકીય સંબંધ ખતમ કરી દીધા હતા. આ દરમિયાન પુતિને ગ્લોબલ સાઉથ પર ભાર મૂક્યો. તેણે બ્રિક્સનો જી-7ના વર્ચસ્વને પડકાર આપતા વિકલ્પ તરીકે રજૂ કરવાની કવાયત શરૂ કરી હતી. બ્રિક્સની મજબૂતી મોટા ભાગે ભારત અને ચીન સાથે જોડાયેલી છે તેમાં કોઈ શંકા નથી. આ સ્થિતિમાં પુતિને બંને દેશો વચ્ચે ચાલતો તણાવ ખતમ કરવામાં રસ દાખવ્યો. જેના ભાગરૂપે તબક્કાવાર ક્યારેક જયશંકર તો ક્યારેક વાંગ યી સાથે મુલાકાત શરૂ કરી હતી.
બ્રિક્સના મંચ પરથી પુતિને અમેરિકાને શું આપ્યો સંદેશ
રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના દબદબાને ખતમ કરવા માટે ગ્લોબલ સાઉથનો વિસ્તાર કરવો ખૂબ જરૂરી છે તેમ માન્યું. જેથી તેમણે બ્રિક્સું વિસ્તરણ કર્યું. તેમાં સાઉથ આફ્રિકાને ઉમેર્યું, જે બાદ આ વર્ષે સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, ઈરાન. ઈથોપિયા અને ઇઝારયેલની પણ એન્ટ્રી કરી. સાઉદી અરબ અને યુએઈ જોડાતા ઓઇલ બજારમાં બ્રિક્સ દેશોનો દબદબો થયો. વિશ્વના 9 સૌથી મોટા ઓઇલ ઉત્પાદકોમાંથી 6 બ્રિક્સ સભ્યો છે. બ્રિક્સના વિસ્તરણથી અમેરિકાની ચિંતા વધી છે.
આ પણ વાંચો : BRICS Summit: પુતિને એવું શું કહ્યું કે પીએમ મોદી હસી પડ્યા?
આ સ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે જ્યારે જુલાઈમાં ભારત અને ચીન વચ્ચે સૈન્ય એગ્રીમેંટની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી હતી તો બ્રિક્સ સમિટના એક દિવસ પહેલા તેની જાહેરાત કેમ કરવામાં આવી. તેનું કારણ પુતિન બ્રિક્સ સમિટ જેવા આંતરરાષ્ટ્રીય મંચથી અમેરિકા અને યુરોપને મોટો સંદેશો આપવા માંગતા હતા કે બ્રિક્સની તાકાત ઘટવાના બદલે સતત વધી રહી છે.