વાયનાડમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન: પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો, રોબર્ટ વાડ્રાએ આપ્યું સમર્થન
વાયનાડ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ગત લોક સભા ચૂંટણીમાં રાયબરેલી અને વાયનાડ (Wayanad) બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક ખાલી કરતા હવે આ બેઠક પર તેમના બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra) ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
પ્રિયંકાની સાથે તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ વાયનાડમાં છે. પ્રિયંકા ગાંધીએ સ્થાનિક નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં.. આ પછી તેણે રોડ શો કર્યો, જેમાં તેના પતિ રોબર્ટ વાડ્રા અને બાળકો પણ હાજર હતા.
પ્રિયંકાના બિઝનેસમેન પતિ રોબર્ટ વાડ્રાએ તેમને પ્રોત્સાહન આપ્યું છે. રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા કહ્યું, ” પ્રિયંકા, તમારી નવી સફર માટે શુભકામનાઓ. તને ટેકો આપવા માટે હંમેશા તમારી સાથે છું. દેશ તમારા અભિયાન અને સંસદમાં આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ભગવાન તમને આશીર્વાદ આપે.”
આ પણ વાંચો : આલ્કોહોલ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્યોને આપી આ સત્તા
રોડ શો બાદ પ્રિયંકાએ એક સભાને સંબોધી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે હું પહેલીવાર મારા માટે પ્રચાર કરી રહી છું. તેણે કહ્યું કે મારા ભાઈએ નફરત વિરુદ્ધ ભારત જોડો યાત્રા કરી. હું દરેક પરિસ્થિતિમાં વાયનાડ સાથે ઉભી છું. આ નવી યાત્રામાં જનતા મારી માર્ગદર્શક છે. મેં મારી માતા, ભાઈ અને મારા ઘણા સાથીદારો માટે પ્રચાર કર્યો. હું છેલ્લા 35 વર્ષથી અલગ અલગ ચૂંટણી માટે પ્રચાર કરી રહી છું. આ પહેલીવાર છે જ્યારે હું તમારું સમર્થન માગી રહી છું.
પ્રિયંકા ગાંધીનાના ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે કોંગ્રેસે કેરલમાં શકતી પ્રદર્શન પણ કર્યું. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વરિષ્ઠ નેતાઓ પ્રિયંકાને સમર્થન આપવા માટે વાયનાડમાં હાજર છે.
પ્રિયંકા ગાંધી પહેલીવાર લોકસભા ચૂંટણી લડશે. વાયનાડ લોકસભા સીટની પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે. રાહુલ ગાંધીના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી છે. રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પણ જીત્યા હતા, તેથી તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપ્યું છે.