નેશનલ

એક અનોખા લગ્ન: જૌનપુરનો વર અને લાહોરની લાડીના “Online નિકાહ”…

જૌનપુર: લગ્ન તો તમે ઘણા જોયા હશે પણ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. જ્યાં કાયમ પાકિસ્તાનના નામથી વિરોધ કરતાં ભાજપના જ નેતાના દીકરાએ પાકિસ્તાની યુવતી સાથે ‘ઓનલાઈન’ લગ્ન કર્યા. હકીકતે જૌનપુરના બીજેપી કોર્પોરેટર તહસીન શાહિદે લાહોરમાં પોતાના મોટા પુત્રના લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ વિઝા મળી શક્યા નહિ, આથી બંનેના લગ્ન ઓનલાઈન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Viral Video: Sania Mirza એ કરી લીધા બીજો નિકાહ? દુબઈમાં કોનો હાથ પકડીને ફરી રહી છે?

જૌનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજેપી કોર્પોરેટર તહસીલન શાહિદે તેમના મોટા પુત્ર મોહમ્મદ અબ્બાસ હૈદરના લગ્ન પાકિસ્તાનમાં નક્કી કર્યા હતા. લાહોરમાં રહેતી એ યુવતીનું નામ અંદાલિપ ઝહરા છે. તેમણે કહ્યું હતું કે અમે વિઝા માટે અરજી પણ કરી હતી, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે વરરાજાને વિઝા મળી શક્યા ન હતા.

આ પણ વાંચો : સ્ટાર ક્રિકેટર અને તેના ત્રણ ભાઈઓએ એક જ દિવસે કર્યા લગ્ન!

જો કે આ દરમિયાન જ દુલ્હનની માતા રાણા યાસ્મીન ઝૈદી બીમાર પડી ગયા હતા, અને તેમને પાકિસ્તાનમાં જ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સ્થિતિમાં તેમની હાલત ખરાબ થઈ હતી. આ સંજોગોને ધ્યાનમાં લઈને શાહિદે લગ્ન સમારોહનું ઓનલાઈન આયોજન કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો : અજબ નિકાહ કે ગજબ તલાક કી કહાની: Instagram પર લગ્ન અને What’sapp પર છુટાછેડા…

શુક્રવારે રાત્રે શાહિદ અને તેના જાનૈયાઓ સાથે ઇમામવાડા ખાતે એકઠા થયા હતા અને ઓનલાઈન નિકાહના સહભાગી બન્યા હતા. તેવી જ રીતે આ નિકાહમાં કન્યાના પરિવારે લાહોરથી ભાગ લીધો હતો. શિયા ધાર્મિક નેતા મૌલાના મહફુઝુલ હસન ખાને કહ્યું કે ઇસ્લામમાં નિકાહ માટે મહિલાની સંમતિ જરૂરી છે અને તે તે મૌલાનાને જણાવે છે. તેમણે કહ્યું કે ઓનલાઈન નિકાહ ત્યારે શક્ય છે જ્યારે બંને પક્ષના મૌલાના એકસાથે સમારોહનું આયોજન કરી શકે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker