બેંગલુરુ: ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચ(IND vs NZ 1st Test)માં ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં છે, આજે મેચનો છેલ્લો દિવસ છે અને ન્યુઝીલેન્ડની જીતની શક્યતા પ્રબળ દેખાઈ રહી છે. બીજી ઇનિંગમાં સરફરાઝ ખાનની 150 રનની શાનદાર ઇનિંગ અને રિષભ પંતની 99 રનની ફાસ્ટ ઇનિંગને કારણે ભારતનો સ્કોર 462 રન સુધી પહોંચી શક્યો હતો, આ સાથે ન્યૂઝીલેન્ડને જીત માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો છે.
| Also Read: કિવી બોલરે જ કહ્યું, ‘107 રનનો લક્ષ્યાંક અમારા માટે આસાન નથી’
ગઈ કાલે ચોથા દિવસે છેલ્લા સેશનમાં ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગની બેટિંગ શરુ થતા, વરસાદને કારણે રમત અટકાવી પડી હતી, જેના કારણે દિવસની રમત વહેલી સમાપ્ત કરવામાં આવી હતી. હવે આજે ભારતીય બોલર્સની ખરી કસોટી છે, ભારતીય ક્રિકેટ ચાહકોને કોઈ ચમત્કારની આશા છે, એમાં આજે જોવાનું એ રહેશે કે શું ભારત ન્યુઝીલેન્ડને 107 રન પહેલા ઓલઆઉટ કરી શકાશે?
જો કે હાલમાં ન્યુઝીલેન્ડનો પક્ષ મજબૂત દેખાઈ રહ્યો છે, પરંતુ ભારત પાસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલરો છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સ્પિન ત્રિપુટી સારૂ પ્રદર્શન કરશે તો મેચનું પરિણામ કંઈ પણ આવી શકે છે.
મહત્વની વાત એ છે કે આ પહેલા ભારતે આનાથી ઓછા સ્કોરને ડીફેન્ડ કર્યો છે, ભારતે 2004માં મુંબઈના વાનખેડે સ્ટેડીયમ ખાતે ઓસ્ટ્રેલિયાને 93 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, એ સમયે સ્પિનરોએ 9 વિકેટ લીધી હતી. હરભજન સિંહે પાંચ વિકેટ ઝડપી હતી.
| Also Read: બીજા દાવમાં ‘ટીમ ઇન્ડિયાથી પણ ચડિયાતા’ ચાર ભારતીય બૅટર, જાણો કેવી રીતે…
ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર ડીફેન્ડ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. 1882માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે માત્ર 85 રન ડીફેન્ડ કરવામાં ઓસ્ટ્રેલીયા સફળ રહ્યું હતું, ઈંગ્લેન્ડની ટીમ 77 રનમાં આઉટ થઈ ગઈ હતી. 2004માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનું પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીનો ત્રીજો સૌથી ઓછો ડિફેન્ડિંગ સ્કોર છે. અગાઉ 2000માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે સામે 99 રનના ટાર્ગેટને ડીફેન્ડ કર્યો હતો, ઝિમ્બાબ્વેની ટીમ 63 રનમાં ઓલ આઉટ થી ગઈ હતી.