સ્પેશિયલ ફિચર્સ

Viral Video: આજ સુધી ગરૂડનો આવો વીડિયો તો નહીં જ જોયો હોય, ખાતરી ના હોય તો ખુદ જ જોઈ લો…

આજકાલ સોશિયલ મીડિયા પર વાઈલ્ડલાઈફ વીડિયો ખૂબ જ વાઈરલ થતાં હોય છે, લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ પણ આવતા હોય છે. ઘણી વખત આ વીડિયોમાં પશુ, પંખી કે પ્રાણીઓની એવી હરકત કચકડે કંડારાઈ જાય છે કે જેના વિશે આપણે વિચાર્યું સુદ્ધા ના હોય.

આજે અમે અહીં તમારા માટે આવો જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ. શું તમે ક્યારેય ગરૂડને નજીકથી આંખ મટકાવતો જોયો છે? જો આ સવાલનો જવાબ નામાં હોય તો બોસ તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવો પડશે…

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં ગરૂડ કઈ રીતે પોતાની આંખો મચકાવે છે એનો સુંદર નજારો એકદમ ક્લોઝઅપમાં શૂટ કરવામાં આવ્યો છે. તમે એવું વિચારી રહ્યા હોવ કે ગરૂડ પણ બાકીના પક્ષીઓની જેમ જ આંખ મટકાવે એમાં નવું શું છે?તો તમારી જાણ માટે કે આવું બિલકુલ નથી. જ્યાં માણસો ઉપરથી નીચે આંખો મટકાવે છે પણ ગરુડ જમણેથી ડાબે આંખો મટકાવે છે.

આપણ વાંચો: Viral Video: Sania Mirza એ કરી લીધા બીજો નિકાહ? દુબઈમાં કોનો હાથ પકડીને ફરી રહી છે?

જી હા, સાંભળીને ચોંકી ઉઠ્યા ને? ગરૂડની આંખો પર એક ખાસ પાતળું લેયર હોય છે અને એને નિક્ટિટેટિંગ કહેવામાં આવે છે. આ લેયર ગરૂડને તેની આંખોને સાફ અને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ગરૂડની આંખ મટકાવવાની આખી પ્રકિયાને સ્લો મોશનમાં દેખાડવામાં આવી છે., જેને કારણે આ વીડિયો ખૂબ જ ઈન્ટ્રેસ્ટિંગ લાગી રહ્યો છે.

જ્યારે ગરૂડ પોતાની આંખો મટકાવે છે ત્યારે એક સફેદ લેયર તેની આંખોને પૂર્ણપણે કવર કરી લે છે અને એને કારણે આ સમયે ગરૂડની આખી આંખ સફેદ થઈ જાય છે. પહેલી નજરે તો એવું લાગે છે કે જાણે કોઈ શટર ખૂલી કે બંધ થઈ રહ્યું છે. આ વીડિયો જોઈને લોકો એકદમ ચોંકી ઉઠ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો howduzitwork નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને 2.7 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. 85 હજારથી વધુ લોકોએ આ વીડિયો લાઈક પણ કર્યો છે. આ વાઈરલ વીડિયો પર યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ તો મગરમચ્છ જેવું છે… તો બીજા એક યુઝરે લખ્યું હતું કે ગરૂડને આ રીતે જોવાનું ખૂબ જ અદ્ભૂત છે…

તમે હજી પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button