Maharashtra Election 2024: ઉદ્ધવ ઠાકરે એવા તો શું નારાજ છે કે કૉંગ્રેસના નેતાએ દિલ્હીથી દોડવું પડ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની(Maharashtra Election 2024) જાહેરાત બાદ બેઠક વહેંચણીને મુદ્દે મહાવિકાસ અઘાડીના નેતાઓ વચ્ચે બેઠકો ચાલી રહી છે. જેમાં બેઠક વહેંચણી પર શિવસેના (UBT)અને કોંગ્રેસ વચ્ચેની તણાવપૂર્ણ વાટાઘાટો વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રમેશ ચેન્નીથલાએ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. શિવસેનાએ વધુ બેઠકોની માંગણી કરી હતી. જે પ્રસ્તાવ સાથે કોંગ્રેસ અસંમત હતી.
ગઠબંધન તોડવાની ચીમકી આપી હતી
શુક્રવારે સાંજે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના વડા નાના પટોલે સાથે વધુ સંવાદનો ઇનકાર કરીને ગઠબંધન તોડવાની ચીમકી આપી હતી. જ્યારે સૂત્રોએ સંકેત આપ્યો છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે ચેન્નીથલાને મોકલ્યા જેનાથી શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તણાવ ઓછો થાય.
હું ઠાકરેના સ્વાસ્થ્ય વિશે પૂછવા આવ્યો હતો
માતોશ્રીની બહાર મીડિયા સાથે વાત કરતા ચેન્નીથલાએ કહ્યું, હું ઉદ્ધવ ઠાકરેના સ્વાસ્થ્ય વિશે પૂછવા આવ્યો હતો, કારણ કે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકરેની તબિયત અને મહાવિકાસ અઘાડીની તબિયત બંને સંતોષકારક છે.
Read This….મુંબઈમાં ભાજપનો હાથ ઉપર, જાણો શિંદે જૂથને કેટલી મળી સીટ
ચેન્નીથલાએ જાહેરાત કરી કે શનિવારે બપોરે વધુ ચર્ચાઓ ફરી શરૂ થશે. જેમાં શિવસેના (UBT),નાના પટોલે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના જયંત પાટીલ સામેલ છે.
20મી નવેમ્બરે મતદાન
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. જેના પર 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. તેમજ સત્તા મેળવવા માટે બહુમતીનો આંકડો 145 બેઠકનો છે