આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Election: મહાયુતિમાં ઘર્ષણ, ભાજપને 2 નેતા કરી શકે અલવિદા…

અજિત પવારના ત્રાસથી કંટાળી ભાજપ સાથે છેડો ફાડી શકે લક્ષ્મણ ઢોબળે…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહાવિકાસ આઘાડીમાં પરસ્પર પાર્ટીઓની ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી)માં બધું બરાબર નથી. આજે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માંથી એક-બે નેતા પાર્ટીને અલવિદા કરવાની અટકળોને લઈ રાજકારણ ગરમાયું છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી ઉમેદવારી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ વિકલ્પો શોધવાનું શરૂ કરી દીધું છે, પરિણામે મહાવિકાસ અઘાડી (MVA) અને મહાયુતિના પક્ષોમાં સુધ્ધાં બળવાખોરી જોવા મળી રહી છે. કેટલાક પક્ષમાં ઉમેદવારો પ્રવેશ કરી રહ્યા છે એ પરિસ્થિતિમાં અજિત પવારની એનસીપીમાં ચૂંટણી લડવાની તક નહીં મળતાં અનેક લોકો તુતારી (શરદ પવારના પક્ષનું ચૂંટણી ચિહ્ન) પકડવા તૈયાર થયા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી – એસપી)ના પ્રમુખ શરદ પવારને મળી ઉમેદવારી માટે વિનંતી કરી રહ્યા છે. ભાજપના લક્ષ્મણ ઢોબળે પણ કમળ (ભાજપ) છોડીને હાથમાં રણશિંગુ (એનસીપી – એસપી) ઉપાડી લેવાની તૈયારીમાં છે. ભાજપને ‘જય મહારાષ્ટ્ર’ (અલવિદા) કરી તેમણે અજિત પવારની આક્રમક ટીકા કરી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ‘લોરેન્સ’નો ‘ખેલ’ ખતમ ?

લક્ષ્મણ (ઢોબળે) કેમ ‘રામ’ (ભાજપ)નો સંગાથ છોડવા તૈયાર થયા એ વિશે ઢોબળેએ જણાવ્યું કે ‘ભાજપ સાથે છેડો ફાડવો પડશે, એવું લાગતા લક્ષ્મણએ રામનો સાથ છોડ્યો છે. લક્ષ્મણને એની મહેનતના ફળ નહોતા મળી રહ્યા. હવે શરદ પવાર સાથે હું વફાદારીથી રહીશ અને તેમની સેવા કરીશ. એટલે જ હું એનસીપી (શરદ પવાર)માં જોડાવાનો છું.

બે દિવસમાં સાથીઓને વિશ્વાસમાં લીધા બાદ મેં આ નિર્ણય લીધો છે. મારા મતદાર સંઘના હાલના વિધાનસભ્યને મોકળાશ રહે એ માટે હું ત્યાંથી હટી રહ્યો છું.’

અજિત પવારનો ઉલ્લેખ કરી ઢોબળેએ જણાવ્યું હતું કે ‘અજિત પવારના ત્રાસથી કંટાળી એનસીપી છોડી હું ભાજપમાં ગયો હતો. હવે તેઓ ભાજપમાં આવ્યા અને ફરી મને ત્રાસ આપવા લાગ્યા. અજિત પવારથી ત્રાસીને જ હું ફરી ભાજપ છોડી રહ્યો છું.’

સિંધુદુર્ગમાં ભાજપને પડશે ફટકો?

દરમિયાન મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ભાજપના નેતા રાજન તેલીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ટૂંક સમયમાં રાજન તેલી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી)માં સામેલ થવાની યોજના છે. સાવંતવાડી વિધાનસભાના વિસ્તારમાં રાજન તેલી ભાજપના પ્રભારી હતા.

રાજન તેલીએ ભાજપ માટે દસ વર્ષ સખત મહેનત કરી હતી, પરંતુ રત્નાગિરિ-સિંધુદુર્ગથી લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમનો પરિવાર પાર્ટી સક્રિય થયા પછી તેમની મુશ્કેલીઓ વધી હતી.

Z
એક જ પરિવારના લોકોને લોકસભા અને વિધાનસભાના ક્ષેત્રમાં તક મળવાની વિરુદ્ધમાં છે. નિતેશ રાણે સિંધુદુર્ગ જિલ્લામાં કંકવલીના વિધાનસભ્ય છે, જ્યાંથી નિતેશ રાણેને ટિકિટ મળવાની શક્યતા છે. મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભાની સીટમાંથી 75 કોંકણ વિસ્તારની છે, જેમાં મુંબઈની 36 સીટનો સમાવેશ થાય છે. રાજનતેલી પહેલા અવિભાજિત શિવસેનાનો ભાગ હતા.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker