ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

પુતિનના નિમંત્રણ પર રશિયા જશે પીએમ મોદી

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના આમંત્રણ પર 22 અને 23 ઑક્ટોબરના રોજ પીએમ મોદી રશિયાની મુલાકાત લેશે. પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા જશે.

હાલમાં જ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા. તે સમયે તેઓએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને તેમની જ ધરતી પર ફટકાર લગાવી હતી. હવે પીએમ મોદીનો વારો છે.

એમ માનવામાં આવે છે કે તેઓ રશિયાના કજાનમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લઇને ચીનની સામ્રાજ્યવાદી નીતિ વિશે પ્રહારો કરશે
વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયા જશે.

આપણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ: પુતિને મોદીને પાઠવ્યું આમંત્રણ…

રશિયા પ્રવાસ દરમિયાન તેઓ બ્રિકસ સમિટને સંબોધન પણ કરશે. રશિયાની મુલાકાત દરમિયાન પીએમ મોદી બ્રિક્સ દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ સમિટ BRICS દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભવિષ્યમાં સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની તક પણ પૂરી પાડશે. આ સમિટમાં બ્રિક્સ દેશોના વડાઓ ભાગ લેશે. ચીનના પ્રમુખ જિનપિંગ પણ આ સમિટમાં ભાગ લેવા રશિયા આવશે.

પાકિસ્તાન મુલાકાતમાં જયશંકરે આતંકવાદને મુદ્દે પાકિસ્તાનને ઘેરતા જણાવ્યું હતું કે આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરવાદથી બચવું પડશે.

રશિયા આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈથોપિયા, ઈજીપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત તેના નવા સભ્યો છે.
આ પહેલા પીએમ મોદી જુલાઇ મહિનામાં પણ બે દિવસના રશિયાના પ્રવાસે ગયા હતા.

એ સમયે પુતિને તેમને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી સન્માનિત કર્યા હતા. આના પર પીએમ મોદીએ પુતિનનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button