આપણું ગુજરાતસુરત

સુરતવાસીઓને દિવાળી ગિફ્ટ, બેંગકોક, મુંબઇ અને ગોવાની આઠ ફલાઇટ મળી

સુરત : સુરતવાસીઓને દિવાળીની ભેટ મળી છે. જેમાં સુરત(Surat)ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દિવાળી પૂર્વે 8 નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. સુરતને શારજહા અને દુબઈ ઉપરાંત ત્રીજી ઇન્ટરનેશલ ફલાઇટ મળવા જઇ રહી છે. જેમાં હવે એર ઈન્ડિયા એક્સપ્રેસ સુરતથી બેંકોક ઉપરાંત મુંબઇ માટે પણ નવી ફલાઇટ શરૂ કરશે. જેમાં સુરતથી ગોવા, ચેન્નાઈ, ભાવનગર, મુંદ્રા, જામનગર, જોધપુર અને ભુજની ફલાઇટ પર સુરત એરપોર્ટ પરથી ઓપરેટ થશે.

સુરત બેંગકોક ફ્લાઇટની માંગ ઘણા સમયથી હતી

બેંગકોક ફ્લાઈટ શરૂ થતાં સુરતને ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ત્રીજો વિકલ્પ મળશે. સુરત બેંગકોક ફ્લાઇટની માંગ ઘણા સમયથી હતી. આ નવી ફ્લાઈટ્સ શરૂ થવાથી સુરત એરપોર્ટ પર શિયાળાના શિડ્યુલમાં ફ્લાઈટ વધશે. ઇન્ટરનેશનલની સાથે ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થશે. નવી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ પર 4 ઇન્ટરનેશનલ અને 23 ડોમેસ્ટિક ફ્લાઇટ હશે. આ રીતે 54 ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઇટ હશે.

27 ઓક્ટોબરથી બુકિંગ શરૂ કરશે

એર ઈન્ડિયા એક્સપ્રેસે સુરતથી બેંગકોક ઈન્ટરનેશનલ ફ્લાઈટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે ઓપરેટ થશે. એર ઈન્ડિયા એક્સપ્રેસનું IX 151 એરક્રાફ્ટ 180 સીટર હશે. જે સવારે 6.30 કલાકે સુરતથી બેંગકોક જશે. જ્યારે પરત ફરતી વખતે આ ફ્લાઇટ બેંગકોક એરપોર્ટથી બપોરે 2.50 વાગ્યે ઉપડશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ તેના શિયાળાના સમયપત્રક માટે 27 ઓક્ટોબરથી બુકિંગ શરૂ કરશે. હાલમાં સુરત એરપોર્ટ પરથી એર ઈન્ડિયા એક્સપ્રેસ દુબઈ, શારજાહ અને ઈન્ડિગો દુબઈની ફ્લાઈટ્સ ઓપરેટ કરી રહી છે.

સુરત-મુંબઈ ફ્લાઇટ ચાર વર્ષથી બંધ

એર ઈન્ડિયા એક્સપ્રેસ શિયાળાના સમયપત્રકમાં સુરત અને મુંબઈ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે સુરત-મુંબઈ ફ્લાઈટ લગભગ ચાર વર્ષથી બંધ હતી. સુરતથી મુંબઈની નવી ફ્લાઈટ દરરોજ ઓપરેટ થશે. ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા સમયપત્રક મુજબ મુંબઈ-સુરત ફ્લાઈટ સવારે 8.20 કલાકે સુરત પહોંચશે. જે બાદ સવારે 8.50 કલાકે સુરત થી મુંબઈ જવા રવાના થશે.

સુરત એરપોર્ટથી ચાર સ્થાનિક રૂટને જોડશે

UDAN યોજના હેઠળ, સ્ટાર એર શિયાળાના સમયપત્રકમાં સુરત એરપોર્ટથી ચાર સ્થાનિક રૂટને જોડશે. આ ચાર ફ્લાઈટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટાર એર સુરતથી જામનગર, ભુજ, મુન્દ્રા અને જોધપુર માટે ફ્લાઈટ શરૂ કરશે.

જામનગર ફ્લાઇટ સવારે 9. 25 સુરત પહોંચશે, જ્યારે સુરતથી સવારે 9.55 વાગે ભુજ માટે રવાના થશે. જ્યારે આ ફ્લાઇટ ભુજથી બપોરે 12.25 વાગે સુરત પરત ફરશે. આ ફ્લાઇટ ડેલી હશે. જ્યારે મંગળવાર, બુધવાર , ગુરૂવાર અને શુક અને શનિવારે સ્ટાર એર મુદ્રા-સુરતની ફ્લાઇટ બપોરે 12.15 વાગે સુરત પહોંચશે. જ્યારે બપોરે 12. 45 વાગે સુરતથી મુંદ્રા માટે રવાના થશે. રવિવારે જોધપુર ફલાઇટ બપોરે 1.55 વાગે સુરત પહોંચશે.

Also Read –

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker