નવી દિલ્હી: સલમાન ખાનની હત્યાના કાવતરામાં નવી મુંબઈ પોલીસે હરિયાણામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ધરપકડ કરી છે. આ વર્ષે એપ્રિલમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયા બાદ આ મામલો ચર્ચામાં હતો.
ત્યારબાદ તેમના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરની રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગ્રુપનું નામ સામે આવ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, એક ઇવેન્ટ દરમિયાન ભોજપુરી અભિનેતા ખેસારી લાલ યાદવને આ બાબતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
‘લહેરે ભોજપુરી’ના ઓફિશિયલ યુટ્યુબ હેન્ડલ પર અપલોડ કરાયેલા વિડિયોમાં એક પત્રકાર બાબા સિદ્દીકીની હત્યાનો ઉલ્લેખ કરતા સલમાન-લોરેન્સ વિવાદ પર ખેસારીને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો હતો, રિપોર્ટરે પૂછ્યું, ‘બાબા સિદ્દીકીની હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે દાઉદ પછી જો કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અંકુશ લગાવવા આવી રહ્યું છે તો તે લોરેન્સ બિશ્નોઈ છે, આ અંગે તમારું શું કહેવું છે?
આપણ વાંચો: સલમાન ખાનની હત્યાનું કાવતરું: લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગનો સભ્ય હરિયાણાથી પકડાયો
તેના જવાબમાં ખેસારીએ કહ્યું હતું, “આપણે હવે જ્યાં છીએ તે એક મ્યુઝિક લોન્ચ ઇવેન્ટ છે, આમાં રાજકારણ વિશે વાત ન કરીએ તો સારું રહેશે. કારણ કે બંનેનો પોતપોતાનો વિષય છે જેના વિશે આપણે જાણતા નથી. અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સવાલની વાત છે, તો જુઓ કોઈની હત્યા કે મૃત્યુ પર બધાને દુઃખ થાય છે. બાબા સિદ્દીકી એક સામાજિક કાર્યકર હતા, તેથી આ વાતનું સૌને દુઃખ છે.
સવાલના જવાબથી બચતા જોવા મળ્યા:
ત્યારબાદ સલમાન ખાનને મળી રહેલી ધમકીઓ પર ખેસારીએ આગળ કહ્યું, “જો કોઈ સારા કલાકારને ધમકી મળે છે, તો તે ખરાબ તો લાગે જ છે. તેમણે હિન્દી ઇન્ડસ્ટ્રી, આપણી ભાષા અને દેશને પ્રોત્સાહન આપ્યું છે. ઇગો ક્લેશ શું છે, અંદરની વાતો શું છે? પણ તે આપણે જાણતા નથી. તેથી હું તેના પર વધુ કહેવા પણ માંગતો નથી. દરેકનો પોતાનો વિષય હોય છે.