નેશનલ

મથુરામાં રોડ અકસ્માતમાં બે બાળક સહિત ચારનાં મોત

મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં એક પીકઅપ ટ્રકને અકસ્માત નડતાં બે બાળકીઓ સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. તમામ બિહારના વતની હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આજે વહેલી સવારે કોસી કલાન પોલીસ સ્ટેશન વિસ્તારના કોસી શેરગઢ રોડ પર નાગરિયા સતબીસા પાસે બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ ગૌરી દેવી(૩૫), તેની પુત્રી કોમલ(૨), કુંતી દેવી(૨૮) અને તેની પુત્રી પ્રિયંકા (૨) તરીકે થઇ છે.

ઇજાગ્રસ્તો કાજલ (૧૭), કુમારી જીરા (૧૯), કુમારી માના (૨૧) અને ગગન (૩)ને કોસી કલાન સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ વધુ ખરાબ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આપણ વાંચો: ફરી રેલ અકસ્માતઃ આસામમાં અગરતલા-એલટીટી એક્સપ્રેસના આઠ કોચ પાટા પરથી ઉતર્યાં

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શૈલેશ કુમાર પાંડેના જણાવ્યા અનુસાર મજૂરોને લઇ જતી પીકઅપ ટ્રક વીજળીનો તાર તૂટી જવાના કારણે વીજળીના થાંભલા સાથે અથડાઇ હતી. ગભરાટમાં મજૂરો બચવા માટે વાહનમાંથી કૂદી પડ્યા હતા.

પાંડેએ જણાવ્યું હતું કે ડ્રાઇવરે પીકઅપ ટ્રકને રિવર્સમાં લેવાનો પ્રયાસ કર્યો જેના કારણે અકસ્માત સર્જાયો હતો. દુર્ભાગ્યપૂર્ણ પીડિતો વાહનની ઝપટે ચઢી ગયા અને ચાર લોકોના મોત અને ચાર ઘાયલ થયા હતા.

બિહારના ગયા જિલ્લાના વતની પીડિતો ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે હરિયાણાના પલવલ જિલ્લાના હોડલ ખાતે જઇ રહ્યા હતા. તેઓ પલવલ માટે પીકઅપ ટ્રકમાં ચડતા પહેલા ટ્રેન દ્વારા અલીગઢ આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button