માતા સાથે મળીને આ બોલીવૂડ એક્ટ્રેસે મુંબઈમાં ખરીદી કરોડોની પ્રોપર્ટી, કિંમત સાંભળશો તો…
બોલીવૂડ એક્ટ્રેસ અને બિન્દાસ ગર્લ સારા અલી ખાન (Sara Ali Khan) અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે. સારા અલી ખાન હાલમાં જ પોતાની પર્સનલ લાઈફમાં ભરેલાં એક મહત્ત્વના પગલાંને કારણે ચર્ચામાં આવી છે. વાત જાણે એમ છે કે સારાએ મુંબઈમાં પોતાની માતા અમૃતા સિંહ સાથે મળીને બે મોંઘી પ્રોપર્ટીઝ ખરીદી છે. ચાલો તમને જણાવીએ કે આખરે મુંબઈમાં આ પ્રોપર્ટીઝ ક્યાં આવેલી છે અને કેટલામાં ખરીદી છે?
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અલી ખાને માતા અમૃતા સિંહ સાથે મળીને અંધેરી વેસ્ટમાં આવેલી વીરા દેસાઈ રોડ પર આવેલી સિગ્નેચર બિલ્ડિંગમાં 22.26 કરોડ રૂપિયામાં બે ઓફિસ ખરીદી છે. તેમણે વીર સાવરકર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવેલી બંને પ્રોપર્ટીઝ માટે 1.33 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.
સારાએ ખરીદેલી આ બંને પ્રોપર્ટીના એરિયાની વાત કરીએ તો 2,099 સ્ક્વેર ફૂટ છે અને તેમાં ત્રણ પાર્કિંગ પણ છે અને દરેક ઓફિસની કિંમત 11.13 કરોડ રૂપિયા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ પ્રોપર્ટીની ડિલ 10મી ઓક્ટોબર, 2025માં કરવામાં આવી હતી અને એકમાં ત્રણ પાર્કિંગ લોકેશનનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અને અમૃતાએ આ જ બિલ્ડિંગમાં ગયા વર્ષે 11મી જુલાઈ, 2023ના ચોથા માળ પર 9 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હદો અને આ માટે 41.01 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હતી. પ્રોપર્ટીના ડોક્યમેન્ટ્સ અનુસાર આ ઓફિસનો એરિયા પણ 2,099 સ્ક્વેર ફૂટ છે અને એમાં પણ ત્રણ કાર પાર્કિંગનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : હાર ના માની હોત આ હસીનાએ તો કરીના કપૂર ના બની શકી હોત પટોડી…..
સારાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લાં ફિલ્મ અય મેરે વતનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં 1947ના સ્વતંત્રતા સંગ્રામની સ્ટોરી વણી લેવામાં આવી હતી. કરણ જોહરે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, જેમાં ઈમરાન હાશ્મીએ મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો. ટૂંક સમયમાં જ સારા ફિલ્મ મેટ્રો ઈન દિનોમાં જોવા મળશે, જેમાં તેની સાથે આદિત્ય રોય કપૂરસ કોંકણા સેન શર્મા, નીના ગુપ્તા, ફાતિમા સના શેખ, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને અનુપમ ખેર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.