બહરાઇચ હિંસાઃ રામગોપાલ મિશ્રાને ગોળી મારનારા આરોપીનું એન્કાઉન્ટર, આ દેશમાં ભાગવાની હતી યોજના
નવી દિલ્હીઃ બહરાઇચમાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. ગુરુવારે રામગોપાલ મિશ્રાની હત્યાના આરોપીઓનું પોલીસ અને એસટીએફે એન્કાઉન્ટર કર્યુ છે. બંને આરોપીઓ નેપાળ તરફ ભાગવાની કોશિશ કરી હતી. જે બાદ તેમની પોલીસ સાથે અથડામણ થઈ હતી.
રામગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવાના આરોપી સરફરાઝ સાથે આજે પોલીસની અથડામણ થઈ હતી. મુખ્ય આરોપી રિંકુ ઉર્ફે સરફરાઝ અને તાલિબને પોલીસે અથડામણમાં ગોળી વાગી હતી. મુખ્ય આરોપી સરફરાઝ નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. આ દરમિયાન નેપાળ સરહદ પાસે હાંડ બસેહરી નહર નજીક આ એન્કાઉન્ટર થયું છે.
આપણ વાંચો: બહરાઇચમાં હિંસાચાર બાદ તોફાનીઓને સીએમનું અલ્ટિમેટમ
જાણકારી મુજબ, બંને આરોપી તેમના સંબંધીઓ સાથે નેપાળ ભાગવાની કોશિશમાં હતા. બંનેએ એસટીએફ અને પોલીસ પણ ફાયરિંગ કર્યું. બંને આરોપીઓ નેપાળની ખુલ્લી સરહદથી બાઈકથી જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી અને આ દરમિયાન બંને આરોપીને પણ ગોળી મારી. જાણકારી મુજબ, આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં દાખલ આરોપીની હાલત ઘણી ગંભીર છે. આરોપીનું નેપાળ કનેકશન પણ રહ્યું છે. યુપી પોલીસ અને એસટીએફ આ મામલામાં નેપાળના અધિકારીઓનો સંપર્કમાં હતા. બીજી બાજુ ગુરુવારે પાંચમા દિવસે ઈન્ટરનેટ સેવાઓ ફરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પોલીસે પ્રશાસને લોકોને અફવાથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારની ભ્રામક જાણકારી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
સીએમ યોગી આદિત્યનાથને બહરાઇચ મામલે જોડાયેલા એન્કાઉન્ટરની જાણકારી આપવામાં આવી છે. ડીજીપી પ્રશાંત કુમારે ટેલિફોન પર વાત કરીને સીએમ યોગીને અપડેટ આપ્યું છે. કાનૂન વ્યવસ્થાને લઈ ડીજીપી હેડ ક્વાર્ટરમાં બેઠક શરૂ થઈ છે. ડીજીપી પ્રશાંત કુમાર, એડીજી લૉ અમિતાભ યથ અને પોલીસ વિભાગના મોટા અધિકારીઓ બેઠકમાં સામેલ છે.