આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Election Special: મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટાની 75 બેઠક ‘સરકાર’નું ભાવિ નક્કી કરશે?


મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરના યોજવામાં આવશે, ત્યારે રાજ્યની તમામ પાર્ટીએ તૈયારીઓ કરી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રનો શાંત સાગર કિનારાનો પટ્ટો આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ અને એમવીએ ગઠબંધન વચ્ચે અને ખાસ કરીને બે પ્રતિસ્પર્ધી શિવસેના વચ્ચે જોવા મળનારા મુકાબલા માટે રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તાર સહિત સૌથી વધુ શહેરીકૃત અને ઔદ્યોગિક ક્ષેત્રના 75 સભ્ય વિધાનસભા અને 12 સભ્યો લોકસભામાં જતા હોય છે.

પાલઘર, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાનો સમાવેશ



સિંધુદુર્ગથી મુંબઈ સુધી ફેલાયેલા મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના કોંકણ વિભાગમાં પાલઘર, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. 20 નવેમ્બરે રાજ્યના તમામ 288 વિધાનસભા મત વિસ્તારમાં મતદાન થવાનું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.

તાજેતરની લોકસભાની ચૂંટણીમાં શિવસેના, ભાજપ અને એનસીપીની મહાયુતિને કોંકણ ક્ષેત્રમાં સાત બેઠક મળી હતી. પાલઘર, રત્નાગિરી – સિંધુદુર્ગ અને ઉત્તર મુંબઈમાં ભાજપનો વિજય થયો હતો, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના નેતા સુનિલ તટકરેએ રાયગઢમાં પોતાની બેઠક જાળવી રાખી હતી. શિવસેનાએ થાણે, કલ્યાણ અને ઉત્તર પશ્ચિમ મુંબઈમાં વિજય મેળવ્યો હતો.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો આવતીકાલે જાહેર થશે?

કોંકણ વિસ્તાર ભાજપ માટે નિર્ણાયક સાબિત થશે



આગામી ચૂંટણીમાં રત્નાગિરી – સિંધુદુર્ગ લોકસભા બેઠક પર વિજય મેળવનાર માજી કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે કોંકણ વિસ્તારમાં ભાજપ માટે નિર્ણાયક ભૂમિકા ભજવવાની સંભાવના છે. થાણા શહેરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કોપરી – પચપખાડી મતવિસ્તાર અને મુંબઈમાં વરલી વિસ્તારમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે ફરી ચૂંટણી લડવા ઉત્સુક છે તે મુખ્ય મુકાબલાના કેન્દ્ર બનશે. આ સ્પર્ધા મુખ્યત્વે શિવસેનાના જૂથો વચ્ચેની હરીફાઈ તરીકે આકાર લઈ રહી છે.

આ 75 બેઠકો આદિવાસી બહુમતી ધરાવતા પાલઘર (6 બેઠક), થાણે શહેરના છ વિભાગ સહિત થાણે જિલ્લાની 18 બેઠક ઉપરાંત મુંબઈની 36 બેઠકનો સમાવેશ થાય છે. આ સિવાય રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં 15 બેઠકો છે.

રાજ્યમાં વિદર્ભનું પણ રાજકીય રીતે મહત્ત્વ?

રાજ્યના ચૂંટણી નકશામાં વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. પ્રાદેશિક દ્રષ્ટિકોણથી 62 વિધાનસભા બેઠક ધરાવતું વિદર્ભ રાજકીય રીતે મહત્વપૂર્ણ છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવાર, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે અને તેમના ભાજપના સમકક્ષ ચંદ્રશેખર બાવનકુળે જેવા મુખ્ય નેતાઓનો આ મતવિસ્તાર છે.

સિંચાઈ અને ખેડૂતોની મુશ્કેલી જેવા મહત્વના મુદ્દાઓ આગળ કરી કોંગ્રેસ છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર પગપેસારો કરનાર ભાજપ પાસે જતી રહેલી બેઠકો પરત મેળવવાની કોશિશ કરશે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી

ઉત્તર મહારાષ્ટ્રની 47 બેઠક પર કોનું પ્રભુત્વ?


મરાઠા અનામત આંદોલનનું કેન્દ્ર ગણાતા મરાઠવાડા વિસ્તારમાં 46 વિધાનસભા ક્ષેત્ર છે. અહીં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી)ના ઉમેદવાર હરીફો પર સરસાઈ ધરાવશે એવી ધારણા છે.

ડુંગળીના પટ્ટા તરીકે ઓળખાતો ઉત્તર મહારાષ્ટ્ર પ્રદેશમાં 47 બેઠક છે. ભાજપના ગિરીશ મહાજન, એનસીપીના છગન ભુજબળ અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલ સહિત વિવિધ પક્ષોના મોટા માથા રાજકીય ફલક પર પ્રભુત્વ ધરાવે છે.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 58 બેઠક સાથે શરદ પવાર અને તેમના વિખૂટા પડેલ ભત્રીજા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે, ખાસ કરીને બારામતીમાં, તીવ્ર હરીફાઈની ધારણા છે. બારામતી વિધાનસભા મતવિસ્તારમાં અજિત પવાર અને જો એનસીપી (એસપી)ની ઉમેદવારી મળે તો તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર વચ્ચે જોરદાર જંગ થવાની સંભાવના છે.

શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના પ્રભાવમાંથી બહાર આવીને ભાજપે 2014માં 122 વિધાનસભા બેઠકો જીતી હતી.
જોકે, 2019માં અવિભાજિત શિવસેના સાથેના જોડાણમાં વિજયમાં ઘટાડો થઈ 105 બેઠક મળી હતી.

કોંગ્રેસના કેટલાક નેતા ભાજપમાં ગયા હોવા છતાં 2019ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી. જૂન 2022માં શિવસેનાના વિભાજન પછી બે પેટાચૂંટણીઓ યોજાઇ હતી જેમાં શિવસેના (યુબીટી)એ મુંબઇની અંધેરી (પૂર્વ) બેઠક જીતી હતી અને કોંગ્રેસે કસ્બા ક્ષેત્રને ભાજપ પાસેથી છીનવી લીધું હતું.

2019 વિધાનસભાની ચૂંટણીમાં પક્ષવાર પરિસ્થિતિ

મુંબઈ/થાણા/કોંકણ (75) – શિવસેના 29, કોંગ્રેસ 4, ભાજપ 27, સીપીએમ 1, બહુજન વિકાસ આઘાડી 3, સમાજવાદી પાર્ટી 2, એનસીપી 6, મનસે 1 અને અપક્ષ 2.

મરાઠવાડા (46) – ભાજપ 16, શિવસેના 12, કોંગ્રેસ 8, એનસીપી 8, આરએસપી 1, પીડબલ્યુપી1.

પશ્ચિમ મહારાષ્ટ્ર (58) – એનસીપી 20, કોંગ્રેસ 11, ભાજપ 17, શિવસેના 5, જનસુરાજય શક્તિ પાર્ટી 1, અપક્ષ 4.

ઉત્તર મહારાષ્ટ્ર (47) – કોંગ્રેસ 7, એનસીપી 13, ભાજપ 16, એઆઈએમઆઈએમ 2, ક્રાંતિકારી શેતકરી પક્શ 1, શિવસેના 6, અપક્ષ 2.

વિદર્ભ (62) – ભાજપ 30, કોંગ્રેસ 15, શિવસેના 4, એનસીપી 5, પ્રહાર જનશક્તિ પાર્ટી 2, સ્વાભિમાની પક્ષ 1, અપક્ષ 5.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker