સ્પોર્ટસ

મુંબઈ ઇન્ડિયન્સને મળ્યો નવો બોલિંગ-કોચ, જાણો કોને સોંપાઈ જવાબદારી

મુંબઈ: આઇપીએલની 2025ની સીઝન તો હજી ઘણી દૂર છે, પરંતુ મેગા ઑક્શન નજીક આવી રહ્યું છે અને એ પહેલાં જ મુંબઈ ઇન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ નવા બોલિંગ-કોચ તરીકે પારસ મ્હામ્બ્રેને જવાબદારી સોંપી છે.

મ્હામ્બ્રે તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાને કોચિંગ આપી ચૂક્યો છે. જૂનમાં ભારતની જે ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતી એ ટીમનો બોલિંગ-કોચ મ્હામ્બ્રે હતો.

ઉલ્લેખનીય છે કે મ્હામ્બ્રેની નિયુક્તિ પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન માહેલા જયવર્દનેને હેડ-કોચ તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપી હતી.

આપણ વાંચો: નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…

શ્રીલંકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિન્ગા મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો જ છે અને હવે મ્હામ્બ્રેની નિયુક્તિથી આ ટીમની કોચિંગ સ્ટાફની ટીમ વધુ મજબૂત બની છે.

મ્હામ્બ્રે ડોમેસ્ટિક કરીઅર દરમ્યાન મુંબઈ વતી રાઇટ-આર્મ ફાસ્ટ બોલર તરીકેની મોટી જવાબદારી સંભાળતો હતો. તે ભારત વતી બે ટેસ્ટ અને ત્રણ વન-ડે રમ્યો હતો, પરંતુ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની કારકિર્દી શાનદાર હતી. તેણે 105 ઇનિંગ્સમાં 284 વિકેટ લીધી હતી અને 1,665 રન બનાવ્યા હતા. તેણે લિસ્ટ-એ સ્તરની 83 મૅચમાં 111 વિકેટ લીધી હતી. ક્રિકેટ પ્લેયર તરીકેની કારકિર્દી બાદ તે ઘણા વર્ષોથી કોચિંગ આપવામાં વ્યસ્ત છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker