મનોરંજન

Shahrukh Khanના ફેન્સ માટે આવ્યા ગુડ બટ શોકિંગ ન્યુઝ…

બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફેન ફોલોઈંગ તગડી છે અને શાહરુખ ખાનને એના જ 35 વર્ષ જૂના કોઈ શોમાં જ કોઈ રિપ્લેસ કરે એ વાત સાંભળવામાં અશક્ય લાગતી આ વાત સત્ય છે અને શાહરુખને બીજું કોઈ નહીં પણ કરોડપતિ બિઝનેસમેન અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના પતિ વિક્કી જૈન રિપ્લેસ કરશે. ચાલો તમને જણાવીએ આખો કિસ્સો-શાહરુખના ફેન્સ માટે એક ગુડન્યુઝ આવ્યા છે.

1989માં જે શોથી શાહરૂખ ખાને ડેબ્યુ કર્યું હતું એ ફૌજી શો ફરી એક વખત જોવા મળશે. ફૌડી સિરીયલથી જ કિંગખાને એક્ટિંગની શરૂઆય કરી હતી અને આ જ શોએ બોલીવૂડને એનો બાદશાહ આપ્યો હતો. હવે 35 વર્ષ બાદ એક નવા અંદાજમાં આ શોની સિક્વલ આવશે, જેનું નામ ફૌજી-ટુ હશે.

આપણ વાંચો: ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન

સોશિયલ મીડિયા પર આ બાબતની જાહેરાત કરવામાં આવી છે. ખેર આ તો થઈ કિંગખાનના ફેન માટેના ગુડ ન્યુઝ. હવે વાત કરીએ શોકિંગ ન્યુઝની તો તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે ફૌજી-ટુમાં શાહરુખ ખાનને કરોડપતિ બિઝનેસમેન અને અંકિતા લોખંડેના પતિ વિક્કી જૈન રિપ્લેસ કરશે. મળી રહેલી માહિતી પ્રમાણે વિક્કી ફૌજી-ટુના લીડ એક્ટર હશે અને ટીવી એક્ટ્રેસ ગૌહર ખાન પણ આ શોમાં જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિક્કી જૈન શોમાં લીડ રોલ કરવાની સાથે સાથે આ શોને પ્રોડ્યુસર સંદિપ સિંહ સાથે મળીને કો-પ્રોડ્યુસ પણ કરશે. આ શો સાથે ઈન્ડસ્ટ્રીને 12 નવા ચહેરા લોન્ચ કરવામાં આવશે અને એનું ટાઈટલ ટ્રેક સોનુ નિગમ ગાયું છે. આ શોમાં કુલ 11 સોન્ગ છે. પહેલાં સિઝનની જેમ જ સિઝન-ટુને દુરદર્શન પર અલગ અલગ ભાષામાં લોન્ચ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button