આપણું ગુજરાતનેશનલ

રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો કયા રાજ્યએ મારી બાજી

નવી દિલ્હીઃ એક સમયે પાણીની તીવ્ર અછતનો સામનો કરતા ઓડિશાને કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય જળ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ઓડિશાએ ઉત્તરપ્રદેશને પાછળ રાખ્યું છે. ગુજરાત અને પુડ્ડુચેરી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે સોમવારે રાષ્ટ્રીય જળ પુરસ્કારોની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં આ પુરસ્કારનું વિતરણ કરશે.

ઓડિશાને કેમ મળ્યો પ્રથમ ક્રમ

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જળ સંરક્ષણમાં ઓડિશાની નોંધપાત્ર સિદ્ધિઓમાં 53,000 થી વધુ જળ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ અને 11,000 પરંપરાગત જળ સંસ્થાઓના નવીનીકરણનો સમાવેશ થાય છે. તેમજ 21,000 વેસ્ટ વોટર ટ્રીટમેંટ પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. માઇક્રો ઇરિગેશનથી રાજ્યના 87,000 ખેડૂતોને ફાયદો થયો હતો.

ઉત્તર પ્રદેશમાં 14679 અમૃત સરોવરનું નિર્માણ

બીજા રહેલા ઉત્તરપ્રદેશમાં જલ જીવન મિશન અંતર્ગત 17,900 ગામડાઓમાં પાણીના નળ કનેકશન આપવામાં આવ્યા હતા. જેના કારણે 1.91 કરોડ ઘરોને ફાયદો થયો હોવાનું જળ શક્તિ મંત્રાલયે જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં સુએજ ટ્રીટમેંટ પ્લાન્ટના દિશામાં પણ મોટું કામ થયું છે. ગંગા નદીમાં પ્રદુષણ ઘટાડવા અહીં 4100 MLS કેપિસિટી સાથેના સંયુક્ત 133 સુએજ ટ્રિટમેંટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 14679 અમૃત સરોવરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

આપણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જામનગરમાં વિજળી પડતા બે લોકોના મોત

ગુજરાતમાં પાણી સમિતિનો મોટો ફાળો

25 લાખ પરિવારોને આવરી લેતા જલ જીવન મિશન હેઠળ 100 ટકા નળના પાણીના જોડાણો હાંસલ કરવા માટે ગુજરાત ત્રીજા સ્થાને છે. રાજ્યએ સૂક્ષ્મ સિંચાઈ કવરેજને પણ વિસ્તાર્યું છે, જેનાથી 14 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. વધુમાં, ગુજરાતના નવીન ઇન્ટ્રા-બેઝિન વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટ્સ અને ગામ ‘પાણી સમિતિ’ની સક્રિય ભાગીદારીએ જળ સંરક્ષણમાં તેની સફળતામાં ફાળો આપ્યો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુજરાતની સાથે ત્રીજા ક્રમે રહેલા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીએ 1,14,900 ઘરોને નળ કનેક્શન્સ પણ પ્રદાન કર્યા અને ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં 850 છત પર વરસાદી પાણીના સંગ્રહની રચનાઓ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં જળ શક્તિ મંત્રાલય રાષ્ટ્રીય સ્તર પર જળ પ્રબંધન અને જળ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા એક અભિયાન ચલાવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button