ઈવેન્ટની વચ્ચે એવું તે શું થયું કે Kajolનો ચહેરો રડમસ થઈ ગયો?
બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનલ અને કાજોલની ફિલ્મ દો પત્તી રિલીઝ માટે તૈયાર છે અને ફિલ્મનું ટીઝર પણ આજે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ક્રિતી સેનન અને કાજોલની સાથે આ ફિલ્મમાં ટીવી ઈન્ડસ્ટ્રીના એક્ટર શાહિર શેખ પણ આ ફિલ્મમાં જોવા મળશે.
પરંતુ આ ટીઝર લોન્ચના ઈવેન્ટમાં કાજોલ સાથે કંઈક એવું થયું હતું કે તેના ચહેરાના હાવભાવ એકદમ બેહાલ જોવા મળ્યા હતા. ચાલો જોઈએ આખરે એવું તે શું થયું-
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કાજોલે એકદમ ગ્લેમરસ લૂકમાં ઈવેન્ટમાં એન્ટ્રી લીધી હતી. ઈવેન્ટમાં કાજોલે રેડ આઉટફિટ કેરી કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કાજોલના કાનમાં સખત દુઃખાવો થઈ રહ્યો હતો અને તે પોતાના કાનને પકડીને ફરતી જોવા મળે છે. ભારેભરખમ કાનના બુટિયાને કારણે કાજોલ એકદમ પરેશાન થઈ ગઈ હતી અને એ તેના ચહેરા પર દેખાઈ રહ્યું હતું.
આપણ વાંચો: અભિનેત્રી કાજોલે અચાનક કોના પર ગુમાવ્યો પિત્તો કે માઈક લઈને ઝાટક્યા, વીડિયો વાઈરલ…
કાનમાં થઈ રહેલાં દુઃખાવાથી કાજોલ ખૂબ જ પરેશાન હતી અને તેના ચહેરાના હાવભાવ એકદમ બદલાઈ ગયા હતા. એક તરફ જ્યાં કાજોલ કાનના દુઃખાવાથી પરેશાન જોવા મળી હતી ત્યાં બીજી બાજુ ક્રિતી સેનન ફેન્સ સાથે આઈકોન્ટેક્ટ કરતી જોવા મળી હતી. ઈવેન્ટમાં એક ક્ષણ તો એવી પણ આવી ગઈ કે કાજોલમાં એકદમ રડવા જેવી થઈ ગઈ હતી. ક્રિતીનું ધ્યાન કાજોલની આ તકલીફ પર નહીં ગયું અને તે ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવવામાં જ વ્યસ્ત રહી હતી.
જોકે, સોશિયલ મીડિયા પર જેવો કાજોલનો આ વીડિયો વાઈરલ થતાં જ ફેન્સ ચિંતામાં આવી ગયા હતા અને તેમની ફેવરેટ સ્ટારને શું થયું છે એની ચિંતા કરવા લાગ્યા હતા. આ વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે આજકાલ શું થયું છે, કાજોલ આટલી મુશ્કેલીમાં કેમ છે.
બીજા એક યુઝરે લખ્યું હતું કે આ બધું ઈયરરિંગ્સે કારણે થયું છે તો વળી કેટલાક ફેન્સ કાજોલને આવા ભારે ભરખમ ઈયર રિંગ્સ ના પહેરવાની સલાહ પણ આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાજોલ આ ફિલ્મમાં એક પોલીસની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ક્રિતી સેનન ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મને લઈને કાજોલ ખૂબ જ ઉત્સાહિત છે અને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.