આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચૂંટણી પૂર્વે અજિત પવારને એક નહીં બે નેતાએ આપ્યા આંચકા

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં સતત ઉથલપાથલ થઈ રહી છે. એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જનારા નેતાઓની યાદીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે એકસાથે બે નેતાનો ફટકો અજિત પવારને પડ્યો છે. પક્ષપલટાની મોસમ હવે પૂરબહારમાં ખીલી ગઇ છે અને આ મોસમમાં અજિત પવાર જૂથને પણ હવે ફટકો પડ્યો છે અને ઉપરા ઉપરી બે આંચકા લાગ્યા છે.

અજિત પવાર જૂથના નેતા રામરાજે નાઇક નિંબાળકરના ભાઇ તેમ જ એક વિધાનસભ્યએ અજિત પવારનો પક્ષ છોડીને શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં જોડાયા હતા. નિંબાળકરના ભાઇ સંજીવ રાજે નાઇક નિંબાળકર તેમ જ અજિત પવાર જૂથના ફલટળના વિધાનસભ્ય દિપક ચવ્હાણ તેમના સમર્થકો સાથે શરદ પવાર જૂથની હાજરીમાં તેમના પક્ષમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ભાજપના મોટા નેતા હર્ષવર્ધન પાટીલ પણ તેમના સમર્થકોની સાથે શરદ પવારની એનસીપીમાં જોડાયા હતા. જોકે, હવે વાતો થઇ રહી છે કે રામરાજે નાઇક નિંબાળકર પણ અજિત પવાર જૂથનો સાથ છોડીને શરદ પવારના પક્ષમાં જોડાઇ શકે. ઉલ્લેખનીય છે કે પક્ષ પ્રવેશના કાર્યક્રમ દરમિયાન શરદ પવારે કહ્યું હતું કે રામરાજે નાઇક નિંબાળકર ભલે અહીં હાજર ન હોય, પરંતુ તેમનું હૃદય અહીં જ(શરદ પવાર જૂથની એનસીપીમાં) જ છે. તમે તેમની માનસિક સ્થિતિ સમજો. તે સત્તાધારી પક્ષથી ખુશ નથી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button