આમચી મુંબઈમહારાષ્ટ્ર

રતન ટાટાનું નામ અપાશે મહારાષ્ટ્રની આ યુનિર્સિટીને…

મુંબઈ: દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું હાલમાં જ નિધન થયું હતું અને ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમના મૃત્યુનો શોક મનાવવામાં આવ્યો હતો. જોકે, હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર સ્કિલ યુનિવર્સિટીને રતન ટાટાનું નામ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કોના હાથની રસોઈ પસંદ હતી ઉદ્યોગપતિ Ratan Tata ને? જાણી લો…

મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવર્સિટી(એમએસએસયુ)ને રતન ટાટાનું નામ આપવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. ઉપરાંત રતન ટાટાને ભારત રત્ન આપવાની અરજી કરતો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોમવારે કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર સ્ટેટ સ્કિલ યુનિવિર્સટી(એમએસએસયુ)ને રતન ટાટાનું નામ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એ પહેલા મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારને રતન ટાટાને ભારત રત્ન આપવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરવામાં આવ્યો હતો. એમએસએસયુના વાઇસ-ચાન્સલર ડૉક્ટર અપૂર્વ પાલકરે જણાવ્યું હતું કે રતન ટાટાએ દેશના ઉદ્યોગ જગતના વિકાસ માટે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તેમણે ફક્ત નોકરીઓ ઊભી નથી કરી, પરંતુ તેમણે સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપીને સર્જનશીલતાને પણ વેગ આપ્યો હતો. અમારી યુનિવર્સિટીને તેમનું નામ આપવામાં આવે એ અમારા માટે ગર્વની વાત છે. આના કારણે આવનારા વર્ષોમાં લોકો તેમણે આપેલા યોગદાનને યાદ કરશે.

આ પણ વાંચો : મળી ગયા Ratan Tataના વારસદાર

ઉલ્લેખનીય છે કે એમએસએસયુ પહેલી જ સરકાર દ્વારા સંચાલિત યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને તેમની વિવિધ કૌશલ્યમાં પારંગત બનાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button