આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

આચારસંહિતા પહેલા રાજ્ય સરકારના નિર્ણયોનો ધડાકો; એક મહિનામાં રેકોર્ડ બ્રેક 132 નિર્ણયો, 10 દિવસમાં 1291 આદેશ…

મુંબઈ: રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ હજુ ફૂંકાયું નથી. જો કે તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાનું મેદાન જીતવા પોતપોતાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ વર્ષની ચૂંટણીમાં રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે લડાઈ જોવા મળશે. દરમિયાન ચૂંટણીની આચારસંહિતા પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા ઉતાવળે નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠકમાં સરકારે એક પછી એક ઘણા મહત્વના નિર્ણયો લીધા છે.

આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ પર એરફોર્સનું વિમાન ઉતરતા જ શિંદે બોલ્યા મહાયુતિ ‘ઉડાન અને લડાઈ’ માટે તૈયાર

રાજ્ય સરકાર દ્વારા આચારસંહિતા પહેલા દસ દિવસમાં બારસોથી વધુ સરકારી આદેશ જારી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આચારસંહિતા સુધી સરકારી નિર્ણયોનો ધડાકો આવી રીતે ચાલુ રહેશે એવી શક્યતા છે. છેલ્લા એક મહિનામાં યોજાયેલી કેબિનેટ બેઠકોમાં 132 નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા તમામ પેન્ડિંગ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રેકોર્ડબ્રેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે નાણા વિભાગ સામે ફંડને લઈને મોટો પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મદરેસા શિક્ષકોને થઇ ગયા બખ્ખાં, સરકારે લીધો મહત્વનો નિર્ણય…

આચારસંહિતા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સરકારી આદેશો

1 ઓક્ટોબર : 148 આદેશ
2 ઓક્ટોબર: સરકારી રજા
ઑક્ટોબર 3: 203 આદેશ
ઑક્ટોબર 4: 188 આગેળ
ઓક્ટોબર 5: 2 આદેશ
ઑક્ટોબર 6: સરકારી રજા
ઑક્ટોબર 7: 209 આદેશ
ઓક્ટોબર 8: 150 આદેશ
ઑક્ટોબર 9: 197 આદેશ
ઑક્ટોબર 10: 194 આદેશ
દસ દિવસમાં કુલ સરકારી નિર્ણયો : 1291
એક મહિનામાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો
સપ્ટેમ્બર 23 : 24 નિર્ણયો
30 સપ્ટેમ્બર : 38 નિર્ણયો
ઑક્ટોબર 4: 32 નિર્ણયો
10 ઓક્ટોબર : 38 નિર્ણયો

છેલ્લા એક મહિનામાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો: 132

દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર એક પછી એક આવા સરકારી નિર્ણયો દ્વારા ચૂંટણી પહેલા તમામ સામાજિક જૂથોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ વિવિધ સામાજિક જૂથોના કર્મચારીઓની માંગણીઓને ધ્યાને લઈ રાજ્ય સરકારે સરકારી નિર્ણયોની યોજના બનાવી છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker