નેશનલ

Haryana Elections Results 2024: પીએમ મોદી સાંજે ભાજપ હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરોને જલેબી વહેંચવામાં આવશે

નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં(Haryana Elections Results 2024) ભાજપ સતત ત્રીજી વખત જીત તરફ આગળ વધી રહ્યું છે. આ જીતની ઉજવણી માટે પાર્ટીના દિલ્હી કાર્યાલયમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાર્ટી હાઈકમાન્ડ પણ આ ખાસ અવસરની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.જેમાં દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં 100 કિલો જલેબીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે પાર્ટી હેડક્વાર્ટર પહોંચી શકે છે.

પીએમ પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, હરિયાણા જીતની ઉજવણી માટે પાર્ટી દ્વારા 100 કિલો જલેબીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ જલેબી સાંજે ભાજપના મુખ્યાલય ખાતે વહેંચવામાં આવશે. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે ભાજપ કાર્યાલય પહોંચશે. ત્યાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

આ પણ વાંચો : કોંગ્રેસના મતગણતરી વિલંબના આરોપ ચૂંટણી પંચે ફગાવ્યા…

જેપી નડ્ડાએ મહાસચિવોની બેઠક બોલાવી હતી

જ્યારે હરિયાણામાં વલણોમાં બહુમતનો આંકડો પાર કર્યા પછી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ મહાસચિવોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠક બપોરે તેમના ઘરે શરૂ થઈ હતી. પાર્ટીના વર્તમાન રાજકીય માહોલ અને ચૂંટણી પરિણામો અંગે ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો

હરિયાણામાં બપોરે 2 વાગ્યા સુધી આવેલા ટ્રેન્ડમાં ભાજપ 48 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 37 સીટો પર આગળ છે. INLD 2 બેઠકો પર આગળ ચાલી રહી છે અને અન્યને 3 બેઠકો મળતી જોવા મળી રહી છે. જો કે, તમામ એક્ઝિટ પોલ હરિયાણામાં કોંગ્રેસને બમ્પર બેઠકો બતાવી રહ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 50થી વધુ સીટો આપવામાં આવી હતી. પરંતુ એક્ઝિટ પોલ કરતાં પરિણામો સાવ અલગ જ જણાય છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker