વેપારશેર બજાર

માર્કેટ કેપિટલમાં ₹૧૭.૫૨ લાખ કરોડનું ધોવાણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રોકાણકારો માટે પાછલું સપ્તાહ ખબૂ નુકસાનકારક પૂરવાર થયું હતું. સમીક્ષા હેઠળના પાછલા એક સપ્તાહમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૧૭.૫૨ લાખ કરોડનો ઘટાડો થયો હતો અને મેટલ સિવાય બધા સેકટરલ ઈન્ડેક્સ ગબડ્યા હતા. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૫,૫૭૧.૮૫ના બંધથી ૩,૮૮૩.૪૦ પોઈન્ટ્સ (૪.૫૪ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૩૦ સપ્ટેમ્બર અને સોમવારે ૮૫,૨૦૮.૭૬ ખૂલી એ જ દિવસે ઉપરમાં ૮૫,૩૫૯.૬૫ સુધી અને ૪ ઓક્ટોબર અને શુક્રવારે નીચામાં ૮૧,૫૩૨.૬૮ સુધી જઈ સપ્તાહ અંતે ૮૧,૬૮૮.૪૫ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૪૬૦.૮૯ લાખ કરોડ રહ્યું હતું, જે ૩૦ સપ્ટેમ્બરના શુક્રવારના અંતે રૂ.૪૭૮.૪૧ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૪.૩૩ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૪.૨૧ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૩.૯૪ ટકા, બીએસઈ મિડકેપ ૩.૨૦ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૨.૦૧ ટકા ઘટ્યા હતા. આઈપીઓ ૩.૪૭ ટકા ઘટ્યો અને એસએમઈ આઈપીઓ ૦.૪૫ ટકા ઘટ્યો હતો.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર મેટલ ઈન્ડેક્સ ૦.૦૯ ટકા વધ્યો હતો અન્ય બધા ઈન્ડેક્સ ઘટ્યા હતા. બીએસઈ રિયલ્ટી ૭.૯૨ ટકા, ઓટો ૫.૯૪ ટકા, કેપિટલ ગુડ્સ ૪.૬૨ ટકા, બેન્કેક્સ ૪.૫૧ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૪.૩૫ ટકા, પાવર ૩.૯૫ ટકા, ઈન્ફ્રા ૩.૯ ટકા, એફએમસીજી ૩.૬૮ ટકા, પીએસયુ ૩.૩૧ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૩.૦૭ ટકા, હેલ્થકેર ૧.૯૭ ટકા, ટેક ૧.૮૧ ટકા અને આઈટી ૧.૦૧ ટકા ઘટ્યા હતા.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા ચાર શેરો હતા: જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૦૩ ટકા, ઈન્ફોસિસ ૦.૫૮ ટકા, ટેક મહિન્દ્ર ૦.૪૧ ટકા, તાતા સ્ટીલ ૦.૧૫ ટકા.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: રિલાયન્સ ૧૦.૦૪ ટકા, એક્સિસ બેન્ક ૮.૦૪ ટકા, એશિયન પેઈન્ટ્સ ૭.૭૫ ટકા, બજાજ ફાઈનાન્સ ૭.૫૮ ટકા અને મારુતિ ૭.૧૦ ટકા.
એ ગ્રુપની ૭૨૮ કંપનીઓમાં ૧૫૭ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૫૭૦ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા અને એકનો સ્થિર રહ્યો હતો. બી ગ્રુપની ૧,૦૮૯ કંપનીઓમાંથી ૨૩૭ વધી હતી, ૮૪૮ ઘટી અને ચાર સ્થિર રહી હતી.

સેન્સેક્સમાંની ૪ સ્ક્રિપ્સ વધી હતી અને ૨૬ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૯ સ્ક્રિપ્સ વધી હતી અને ૯૧ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૨૫ સ્ક્રિપ્સ વધી અને ૧૭૫ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૨૬ વધી, ૧૦૬ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૫૦ સ્ક્રિપ્સમાંથી ૨૨૬ વધી હતી, ૭૨૩ ઘટી હતી અને એક સ્થિર રહી હતી. સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૩૯,૯૬૧.૦૪ કરોડની ચોખ્ખી લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ. ૪૧,૭૨૦.૬૦ કરોડની ચોખ્ખી લેવાલી
રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button