સ્પોર્ટસ

મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમનો રકાસ

ફાતિમા સનાની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 105 રન બનાવી શકી

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમ બૅટિંગ લીધા બાદ નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટ માત્ર 105 રન બનાવી શકી હતી. ફાતિમા સનાની ટીમે શરૂઆત ખરાબ કરી હતી અને એની ઇનિંગ્સનો અંત પણ નબળો રહ્યો હતો. પહેલા 33 રનમાં પાકિસ્તાની ટીમે ત્રણ વિકેટ ગુમાવી હતી તો છેલ્લા 35 રનમાં પણ ત્રણ વિકેટ ગુમાવી હતી.

પેસ બોલર અરુંધતી રેડ્ડી સૌથી સફળ બોલર બની હતી. તેણે 19 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલે તેમ જ એક-એક વિકેટ પેસ બોલર રેણુકા સિંહ ઠાકુર, ઑફ-સ્પિનર દીપ્તિ શર્મા અને લેગ-સ્પિનર આશા શોભનાએ મેળવી હતી.

પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆતમાં ત્રણ વિકેટ બહુ સસ્તામાં ગુમાવી હતી.
ફાતિમા સનાની ટીમે શરૂઆતમાં જ પોતાના દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓને આંચકા આપ્યા હતા. આ ટીમે સાત ઓવરમાં ફક્ત 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દેતાં પાકિસ્તાની ટીમની છાવણીમાં સોપો પડી ગયો હતો. ત્રણમાંથી પહેલી વિકેટ રેણુકા સિંહ ઠાકુરે, બીજી વિકેટ દીપ્તિ શર્માએ અને ત્રીજી વિકેટ અરુંધતી રેડ્ડીએ લીધી હતી.

ઓપનર ગુલ ફિરોઝા (0)ને રેણુકા સિંહે ક્લીન બોલ્ડ કરી હતી, જ્યારે સિદરા અમીન (8)ને દીપ્તિ શર્માએ ક્લીન બોલ્ડ કરી હતી. ચોથા નંબરની બૅટર ઓમઇમા સોહેલ (3)ને રેડ્ડીએ મિડ-ઑફ પર શેફાલી વર્માના હાથમાં કૅચઆઉટ કરાવી હતી.
નિદા દરનાં 28 રન પાકિસ્તાનની ટીમમાં હાઈએસ્ટ હતા.

ભારતીય ટીમમાં પેસ બોલર પૂજા વસ્ત્રાકરનો સમાવેશ નથી, કારણકે નજીવી ઈજાને લીધે તેને ન રમાડીને ઑફ-સ્પિનર સજીવન સજનાને ઇલેવનમાં સમાવવામાં આવી છે.

પાકિસ્તાનની ટીમમાં લેગ-સ્પિનર સઇદા અરુબ શાહને પેસ બોલર ડાયના બેગના સ્થાને લેવામાં આવી છે.
ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સજીવન સજના, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રેણુકા સિંહ ઠાકુર.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker