સ્પોર્ટસ

રવિવારે મયંકના મૅજિક સામે બાંગ્લાદેશીઓ બચી શકશે?

સચિનની ડબલ સેન્ચુરી બાદ 14 વર્ષે ગ્વાલિયરમાં ખેલાશે ક્રિકેટ જંગ

ગ્વાલિયર: ભારતે બાંગ્લાદેશનો ટેસ્ટ-સિરીઝમાં 2-0થી વ્હાઇટવૉશ કર્યો ત્યાર બાદ રવિવાર, 6 ઑક્ટોબરે (સાંજે 7.00 વાગ્યાથી) ગ્વાલિયરમાં બન્ને દેશ વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે. 2024ની આઇપીએલમાં સતતપણે કલાકે 150 કિલોમીટરથી વધુ ઝડપે બૉલ ફેંકનાર ભારતના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને આ મૅચથી ભારત વતી ડેબ્યૂ કરવાનો મોકો મળવાની પાકી સંભાવના છે. જોકે તેની ફિટનેસ પર પણ ટીમ-મૅનેજમેન્ટની સતત નજર રહેશે.

આ પણ વાંચો: “બાંગ્લાદેશ સામે સારું રમનારને આઇપીએલમાં લાગશે લૉટરી

મયંક ઉપરાંત દિલ્હીના જ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને તેમ જ ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ ભારત વતી પહેલી વાર રમવાની તક મળી શકે. ગ્વાલિયર ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક છે. આ શહેરથી 12 કિલોમીટર દૂર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વાર આંતરરાષ્ટ્રીય મૅચ રમાવાની છે. છેલ્લે આ રીજનમાં ઇન્ટરનૅશનલ મૅચ ફેબ્રુઆરી, 2010માં રમાઈ હતી. ત્યારે સચિન તેન્ડુલકરે આ શહેરના કૅપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમમાં વન-ડે જગતની સૌપ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચો: રવિવારે ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટી-20: ભારત 14-1થી આગળ…

નવાઈની વાત એ છે કે બાંગ્લાદેશ સામેની આ શ્રેણી માટેની સૂર્યકુમાર યાદવના સુકાન હેઠળની સ્ક્વૉડમાંના ખેલાડીઓ કુલ 389 ટી-20 રમ્યા છે, જ્યારે એની સરખામણીમાં બાંગ્લાદેશની સ્ક્વૉડના ખેલાડીઓને પોતાના દેશ વતી કુલ 644 ટી-20 મૅચ રમવાનો અનુભવ છે.

આ પણ વાંચો: ટી-20 વર્લ્ડ કપમાં ‘યજમાન’ બાંગ્લાદેશે જીતીને દાયકા જૂની નિરાશા દૂર કરી

રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીને વધુ મહત્ત્વ અપાવાનું હોવાથી શુભમન ગિલ, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલને બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.

બન્ને દેશની ટીમ:

ભારત: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.

બાંગ્લાદેશ: નજમુલ શૅન્ટો (કૅપ્ટન), તેન્ઝિદ હસન, પરવેઝ એમોન, તૌહિદ રિદોય, મહમુદુલ્લા, લિટન દાસ (વિકેટકીપર), જાકર અલી, મેહદી હસન મિરાઝ, મેહદી હસન, રિશાદ હોસેઇન, મુસ્તફિઝુર રહમાન, તાસ્કિન અહમદ, શોરિફુલ ઇસ્લામ, તેન્ઝિમ સાકિબ અને રકિબુલ હસન.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત