આ ફેમસ ટીવી એક્ટ્રેસ થઈ હોસ્પિટલાઈઝ્ડ, ફેન્સને થઈ ચિંતા…
ફેમસ લોકપ્રિય ટીવી એક્ટ્રેસ માહી વિજના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે માહી વિજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેણે હોસ્પિટલમાંથી પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો જોયા બાદ ફેન્સની ચિંતા વધી ગઈ છે. માહીને ચિકનગુનિયા થયો છે અને આ કારણે તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
માહીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલાં ફોટોમાં તે હોસ્પિટલના બેડ પર બેઠેલી જોવા મળે છે અને કેમેરા સામે તેની બેક છે. આ ફોટો સાથે તેણે કંઈ લખ્યું નથી. અહીંયા તમારી જાણ માટે કે માહીએ આ પહેલાં પણ પિતાની હેલ્થને લઈને એક હાર્ટટચિંગ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પોતાના બીમાર પિતાની સંભાળ લેતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં માહી પિતાને નવડાવતી, તેના નખ કાપતી અને તેની સતત કાળજી લેતી જોવા મળે છે.
આ પણ વાંચો : રેમ્પ વોક કરતાં કરતાં લડખડાઈ Hina Khan, આ ખાસ વ્યક્તિએ આપ્યો ટેકો…
માહી વિજની આ તસવીર જોયા બાદ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સે એવો પણ સવાલ કરી રહ્યા છે કે શું તે અત્યાર સુધી ઠીક હતી. તે અચાનક કેવી રીતે બીમાર થઈ ગઈ? અભિનેત્રી પણ તસવીરમાં ખૂબ જ નબળી લાગી રહી છે. માહી હૉસ્પિટલના બેડ પર સફેદ કપડા પહેરીને બેઠી છે અને બહાર જોઈ રહી છે. શેર કરવામાં આવેલા ફોટોમાં માહીની હાલત નથી દેખાઈ રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે માહી વિજે પોતાના એક્ટિંગ કરિયરમાં લાલ ઈશ્ક, સસુરાલ સિમર કા, લાગી તુઝસે લગન, બાલિકા વધૂ જેવા અનેક શોમાં કરી ચૂકી છે. માહીએ એક્ટર અને હોસ્ટ જય ભાનુશાલી સાથે લગ્ન કર્યા છે અને બંનેને તારા નામની દીકરી પણ છે.