આમચી મુંબઈમહારાષ્ટ્રશેર બજાર

Gold Price Today: દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો, જાણો લેટેસ્ટ ભાવ…

મુંબઇ: દેશમાં નવરાત્રીની શરૂઆતની સાથે જ બજારોમાં તેજીના સંકેત મળી રહ્યા છે. જેમાં દિવાળી-ધનતેરસને હજુ ઘણો સમય બાકી છે. પરંતુ તે પૂર્વે જ સોના(Gold Price Today)અને ચાંદીના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે. આજે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદી આજે 1615 રૂપિયા મોંઘી થઈ અને 92268 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશન ( IBJA)દરો અનુસાર આજે 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 467 વધીને રૂપિયા 76082ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. સોના અને ચાંદીના આ દર IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આના પર કોઈ GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી. જયારે તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં રૂપિયા 1000 થી 2000 નો તફાવત જોવા મળી શકે છે.

14 થી 23 કેરેટ સોનાના ભાવમાં પણ વધારો થયો છે

આજે 23 કેરેટ સોનાનો ભાવમાં 465 રૂપિયાનો વધારો થયો છે જેનો 10 ગ્રામ ભાવ રૂપિયા 75777 પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનું 428 રૂપિયા વધીને 69691 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આજે 18 કેરેટ સોનાના ભાવમાં 351 રૂપિયાનો વધારો થયો છે અને તે 10 ગ્રામ દીઠ રૂપિયા 57062 થયો છે. જ્યારે 14 કેરેટ સોનાનો ભાવ આજે 273 રૂપિયા વધીને 44508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયો છે.

GST સહિત સોના-ચાંદીના ભાવ

24 કેરેટ સોનાનો ભાવ GST સાથે હવે 78364 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જેમાં 2282 રૂપિયાનો GST સામેલ છે. જીએસટી સહિત 23 કેરેટ સોનાનો ભાવ 78050 રૂપિયા છે. 3 ટકા GST મુજબ તેમાં 2273 રૂપિયા વધુ ઉમેરવામાં આવ્યા છે. જો 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો આજે તે GST સાથે 71781 રૂપિયા પર પહોંચી ગયો છે. આમાં GSTના 2090 રૂપિયા ઉમેરવામાં આવ્યા છે.

18 કેરેટ સોનાનો ભાવ હવે 1711 રૂપિયાના જીએસટી સાથે 58773 રૂપિયા થઈ ગયો છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ આમાં સામેલ નથી. જીએસટી સહિત એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા 95054 પર પહોંચી ગયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button